વોડાફોન, આઈડિયા અને એરટેલે ત્રણ ડિસેમ્બરના રોજ તેના નવા પ્લાન ચાલુ કરી દીધા છે. અને આવા સમયે આ દરેક કંપનીઓએ પોતાના અનલિમિટેડ પ્લાન પણ ચાલુ કરી દીધા છે, પરંતું હકીકત એ પણ છે કે કોઈ પણ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ નથી મળી રહ્યું. ગ્રાહકોએ વોડાફોન,આઈડિયા અને એરટેલના આ નિર્ણય પર ભારે વિરોધ કર્યો છે. વોડાફોને તેના ગ્રાહકોને વાસ્તવમાં અનલિમિટેડ કોલિંગ આપવાનું કહ્યું હતું. પરંતુ હાલ કોઈ અતોપતો નથી.
જોકે ત્રણ ડિસેમ્બરે નવો ટેરિફ લાગુ થયા બાદ એરટેલ, વોડાફોન-આઈડિયાએ તેના બધા પ્લાન સાથે એફયુપી શરૂ કરી હતી જેના હેઠળ બધા પ્લાનની સાથે બીજા નેટવર્ક પર કોલિંગની સીમા નક્કી કરવામાં આવી હતી. જેમ કે, 28 દિવસ વાળા પ્લાનની સાથે બીજા નેટવર્ક પર કોલિંગ માટે 1,000 મિનીટ મળતાં હતા. હવે એરટેલ, વોડાફોન અને આઈડિયાએ એફયુપી પુરું કરવાનું એલાન કર્યું છે.
સાથે-સાથે વોડાફોન, આઈડિયા અને એરટેલના ગ્રાહકો બધી કંપનીઓના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. જ્યારે જિયોના ગ્રાહકોને બીજા નેટવર્ક પર કોલિંગ માટે કેટલીક મિનિટ્સ મળશે. તેના પછી જિયોના યુઝર્સ માટે મિનિટના 6 પૈસાની વસૂલવામાં આવશે. વોડાફોને આ જાણકારી એફયુપી ટ્વિટ કરીને આપી છે. ટ્વીટમાં કહ્યું છે કે ફ્રીનો મતલબ હદુ પણ ફ્રી થાય છે. હવે અમારા ટ્રુલી અનલિમિટેડ પ્લાન્સથી કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલ્સનો લાભ ઉઠાવશે. વોડાફોનના બધા પ્લાન હવે અનલિમિટેડ કોલિંગની સાથે અપડેટ કરવામાં આવશે.
પહેલી વાર જીઓના ગ્રાહકોને થશે નુકશાન, જાણો અહીં
જણાવીએ કે રિલાયન્સ જિયો આ વર્ષે ઓક્ટોબરમાં IUCનું એલાન કર્યું છે જેમાં બીજા નેટવર્ક પર કોલિંગ માટે જિયોના ગ્રાહકો પ્રતિ મિનિટના 6 પૈસા આપવા પડશે. જિયોના ગ્રાહકોને નવા ટેરિફ પ્લાન સાથે આઈયુસી આપવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.