પ્રધાનમંત્રી મોદીના આંદોલનથી પ્રભાવિત થઈ યુવતીએ પોતાનાં લગ્નમાં કર્યું એવું કે, લોકો કહેવા લાગ્યાં, વાહ

તમે ઘણા લગ્નમાં તમારી હાજરી આપી હશે. અને તમે ઘણું બધું નવું નવું જોયું હશે. પણ તમે અહીં જે લગ્નમાં થયું છે તે જાણીને તમે…

તમે ઘણા લગ્નમાં તમારી હાજરી આપી હશે. અને તમે ઘણું બધું નવું નવું જોયું હશે. પણ તમે અહીં જે લગ્નમાં થયું છે તે જાણીને તમે પણ વાહ ! વાહ ! બોલી ઉઠસો. કારણ કે મોજીના વચનને લઈને આ યુવતીએ પોતાના લગ્નમાં એવું કર્યું જેનાથી સમગ્ર જગતને એક સારો સંદેશ મળી રહ્યો છે.

તમે જાણતા હશો કે આપણે કોઈ ના લગ્નમાં જઈએ તો સ્વાગત ગેટ પર કઈક નવું જોવા મળે છે. તેવી જ રીતે અહિયાં એક નવો સંદેશ જોવા મળ્યો છે. જેમાં લગ્નના સ્વાગત ગેટ પર લખેલું છે કે પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરો અને પર્યાવરણ સારું રહે તેવા પ્રયાશો કરો. જયપુરની એક દીકરી પ્રધાનમંત્રી મોદીથી એટલી પ્રભાવિત થઈ છે કે, તેણે પોતાનાં જ લગ્નમાં મહેમનઓને વિનંતિ કરી કે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. એટલું જ નહીં, મેરેજ ગાર્ડનમાં ઠેર-ઠેર No પ્લાસ્ટિક યૂઝનાં પોસ્ટર્સ લગાવી મહેમાનોને જાગૃત કરવામાં આવ્યા.

જયપુરની નિધિ ગેરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવતાં અભિનાઓથી બહુ પ્રભાવિત છે. એટલે જ પોતાનાં લગ્નમાં જ તેણે પીએમ મોદીના સિંગલ યૂઝ પ્લાસ્ટિક બંધ કરવાની વાતને મહત્વ આપ્યું. જેમાં નિધિનાં પરિવારજનો અને મહેમાનો બધાંએ તેનાં વખાણ કર્યાં. લગ્નના કાર્ડથી લઈને ખાન-પાનના સ્ટૉલ, બધી જ જગ્યાઓને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત રાખવામાં આવી.

દુલ્હન નિધિ ગેરાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા ચલાવવામાં આવતા સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનથી તે બહુ પ્રભાવિત છે, માટે જ તેણે પોતાનં લગ્ન સિંગલ યૂઝ પ્લાસ્તીક મુક્ત બનાવવાનું નક્કી કર્યું. આ અંગે જ્યારે તેણે પરિવાર સાથે વાત કરી તો પહેલાં તો તેઓ ન માન્યાં, પરંતુ થોડા દિવસો બાદ તેના પિતા વિનોદ ગેરાએ હા પાડી દીધી. નિધિએ લગ્નનાં બધાં જ કામકાજ પર નજર રાખી, જેથી કોઇ તેનો ઉપયોગ ન કરે.

લગ્નની કંકોતરીમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં ન આવ્યો. એવા કોઇજ સામાનનો ઉપયોગ કરવામાં ન આવ્યો, જેમાં સિંગલ યૂઝ પ્લાસ્તીક હોય. લગ્નમાં ચા માટે પ્લાસ્ટિકની જગ્યાએ કુલડી અને પાણી માટે કાગળના કપનો ઉપયોગ કરવામાં આવ્યો. સાથે-સાથે ખાવા-પીવાના સ્ટૉલ્સ પર લાકડા અને સ્ટીલની ચમચીઓનો અને જાડા કાગળની પ્લેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલું જ નહીં, પ્રવેશ દ્વાર પર પર્યાવરણ ને પ્લાસ્તીક મુક્ત બનાવવાના સંદેશવાળા બેનર લગાવવામાં આવ્યા. યુવતીના આ અભિયાનને મહેમાનોએ બહુ વખાણ્યું. દુલ્હા સિદ્ધાર્થ અને દુલ્હન નિધિએ મહેમાનોને પાર્યાવરણના સંરક્ષણ માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની પણ અપીલ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *