મહારાષ્ટ્રની સરકારમાં એક મોટો પલટો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર ભાજપે એન.સી.પી. નેતા અજીત પવારને સાથે રાખીને સરકાર બનાવી છે. ફરી એક વખત દેવેન્દ્ર ફડનવીસે મુખ્યપ્રધાન પદના શપથ લીધા છે. જ્યારે અજીત પવારને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ડેપ્યુટી સીએમ પદના શપથ લેવડાવ્યા છે.
રાજ્યપાલે ભાજપને 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવા માટેનો સમય પણ આપ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં 1982થી સક્રિય એવા અજીત પવારની રાજનીતિ પણ કાકા શરદ પાવર જેટલી જ રસપ્રદ રહી છે. તેમણે કો-ઓપરેટિવ બેંકમાં 16 વર્ષ સુધી શાસન કર્યું હતું.
ઉપરથી શરદ પવાર માટે બારામતી સીટ પરથી રાજીનામું પણ આપ્યું હતું. ભાજપની સરકાર સાથે જોડાય ડેપ્યુટી સી.એમ. બનનારા અજીત પવાર આ પહેલા પણ ખુરશીને શોભાવી ચૂક્યા છે.
અજીત પવારની રાજકીય કારકિર્દી, જાણો અહીં
22 જુલાઈ, 1959 અહેમદનગર જિલ્લાના દેઓલી પ્રવરામાં જન્મ.
એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા થાય.
પિતા ફિલ્મ નિર્દેશક વી. સાંતારામ સાથે કામ કરતા હતા.
પિતાનો દેહાંત થતા કોલેજનું શિક્ષણ અધૂરું છોડવું પડ્યુ.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મિનિસ્ટર પદમસિંહ પાટિલના બહેન સુનેત્રા સાથે લગ્ન કર્યા.
1982 થી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો.
1991 માં પુણે ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન બન્યા, ૧૬ વર્ષ સુધી શાસન.
1991 માં બારામતીથી સાંસદ પણ બન્યા.
કાકા શરદ પવાર માટે બારામતીની સીટ પરથી રાજીનામું આપ્યું.
1991 માં સંસદપદ છોડી બારામતી વિધાનસભા બેઠક જીત્યા.
નવેમ્બર 1992 ફેબ્રૂઆરી 1993 સુધી કૃષિ અને વીજ પ્રધાન રહ્યા.
1995, 1999, 2004, 2009 અને 2014 માં સતત બારામતીથી જીત.
29 સપ્ટેમ્બર 2012 થી 25 સપ્ટેમ્બર 2014 સુધી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહ્યા.
સુધાકરરાવ નાયકની સરકારમાં એગ્રીકલ્ચર અને પાવર મિનિસ્ટર હતા.
એનસીપી-કાંગ્રેસની ગઠબંધન સરકારમાં તેઓ પ્રથમ વખત કેબિનેટ મિનિસ્ટર બન્યા.
રૂરલ ડેવલપમેન્ટ મંત્રાલયનો પોર્ટફોલિયો પણ સંભાળ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.