નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને સોનિયા ગાંધી પર નવી આફત આવી પડી છે. ED એ પાર્ટીની પ્રકાશન સંસ્થા associated જનરલ લિમિટેડ અને સોનિયા ગાંધીની નજીકના નેતાઓમાં આવતા મોતીલાલ વોરા ની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઈડી તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલ પ્રોવિઝનલ અટેચમેન્ટ ઓર્ડર અનુસાર ના એક કેસમાં આ એક્શન લેવામાં આવી છે.જપ્ત કરવામાં આવેલી ૧૬.૩૮ કરોડ રૂપિયાની પ્રોપર્ટી માં મુંબઈની પંદર હજાર સ્ક્વેર ફીટ માં એક નવ માળની ઇમારત સામેલ છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત આ અટેચમેન્ટ ઓર્ડર જાહેર કર્યો છે.
ઇડીએ ગયા વર્ષે મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પંચકુલા ના સેક્ટર 6માં પ્લોટ નંબર 17 ની ખરીદી કબજા થી જોડાયેલી પ્રક્રિયામાં પ્રત્યક્ષ રીતે સામેલ થવાના કારણે તેમના નામ ચાર્જશીટમાં છે. તપાસમાં જાણવા મળ્યું કે પ્લોટને એજેએલ ને વર્ષ 1982માં ફાળવવામાં આવ્યો હતો. એસ્ટેટ અધિકારીએ 30 ઓક્ટોબર 1992 ના રોજ પ્લોટ પાછો લઇ લીધો કારણ કે એજેએલ એ ઓફર લેટર ની શરતો પૂરી કરી ન હતી.
૧૯૯૬માં પુનર્વિચાર અરજી નકાર્યા બાદ પુનઃ ગ્રહણ નો આદેશ કરવામાં આવ્યો હતો. હુડા પર આરોપ છે કે તેમણે પોતાનો પાવરનો ઉપયોગ કરતાં પ્લોટને ફરી વખત ફાળવણીની આડમાં એજેએલ ને ફાળવ્યો હતો. તેની કિંમત પહેલા હતી તે જ રાખવામાં આવી હતી. આ આદેશ 28 ઓગષ્ટ 2005ના રોજ આપવામાં આવ્યો.
એજેએલ પર છે ગાંધી પરિવારનો કંટ્રોલ
મોતીલાલ વોરા એજેએલ ના મેનેજીંગ ડાયરેક્ટર છે. આ કંપની ઉપર ગાંધી પરિવારની દખલ છે. એજેએલ જ નેશનલ હેરાલ્ડ અખબારને ચલાવે છે. આ સમાચાર પત્રને વર્ષ ૧૯૩૯માં જવાહરલાલ નેહરુએ શરૂ કર્યું હતું. વર્ષ ૧૯૫૬માં એજેએલ એક કંપની બની. વર્ષ 2008માં તેના તમામ publication બંધ કરવામાં આવ્યા. એ સમયે કંપની પર ૯૦ કરોડ રૂપિયાનું દેવું હતું. કોંગ્રેસે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી. આ કંપનીના ડાયરેક્ટર માં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા, મોતીલાલ વોરા અને સુમન દુબેના નામ શામેલ હતા. સોનિયા અને રાહુલ પાસે 76 ટકા શેર હતા.
રાહુલ ગાંધી પર આવક છુપાવવાનો આરોપ
ટેક્સ ડિપાર્ટમેન્ટે રાહુલ ગાંધીના વર્ષ 2011ના ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો.તેમણે એમાં આ જાણકારી ન આપી હતી કે ૨૦૧૦થી કંપની ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નિર્દેશક હતા. ઇન્કમટેક્સ અનુસાર તેનાથી થયેલી આવક દેખાડવામાં આવી ન હતી.મામલાના તમામ સાત આરોપીઓ રાહુલ અને સોનિયા મોતીલાલ વોરા, ફર્નાન્ડીસ ઓસ્કર, સુમન દુબે, સામ પિત્રોડા અને યંગ ઈન્ડિયા’ના આરોપોને નકારી કાઢ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news