સુરત(ગુજરાત): સુરતના ડિંડોલીમાં લવ-જેહાદનો વધુ એક બનાવ જોવા મળ્યો છે. યુવકે હિન્દુ નામ જણાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. પત્નીને પતિ મુસ્લિમ હોવાની ખબર પડતાં પતિ નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કરતો હતો. યુવતીએ જયારે ના પડી ત્યારે યુવક તેને મારતો હતો. જેને કારણે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 3 વર્ષ પહેલાં ડિંડોલીના નવાગામ વિસ્તારમાં રહેતી અમિતા ગોડાદરામાં એક મોબાઈલ કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતી હતી. તે સમયે એક યુવક સિમ કાર્ડ બદલાવા આવ્યો હતો. તેણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા જણાવ્યું હતું.
અમિતાએ મુકેશને નવા ગ્રાહકો લાવવાનું કહેતાં મુકેશ 10થી 15 ગ્રાહક લાવ્યો હતો. જેને કારણે અમિતા અને મુકેશ વચ્ચે મિત્રતા થઈ હતી. થોડા સમય બાદ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. મુકેશે જણાવ્યું હતું કે, તે રેલવેમાં નોકરી કરે છે. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મુકેશની ઉંમર 30થી વધુ હતી. જયારે અમિતાની 20 વર્ષ હતી. અમિતાએ મુકેશને જણાવ્યું હતું કે, તારી ઉંમર વધુ હોવાથી માતા-પિતા ના પાડશે. તેથી મુકેશે સમજાવી કે રેલવેમાં નોકરીની વાત કરશે તો માતા- પિતા માની જશે.
મળતી માહિતી અનુસાર, લગ્ન થતાં તેમને સંતાનમાં એક દીકરો થયો હતો. થોડા મહિલા પહેલાં અમિતાના હાથમાંં મુકેશનું આધાર કાર્ડ આવ્યું હતું, એમાં તેનું નામ અખ્તર મોહંમદ સમતઅલી શેખ હતું. તે જોઈએ અમિતા ચોંકી ગઈ હતી. ત્યારે મુકેશને પૂછતાં તેને જણાવ્યું હતું કે, મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર છે. તું મારી પત્ની છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો જોઈએ, એમ કહી ઘરમાં નમાજ પઢવા દબાણ કરતો હતો. બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો. ના પાડે તો મહિલાને મારતો હતો. મુસ્લિમ હોવાની વાત કોઈને કરી તો દીકરાને લઈને જતો રહેશે તેવી ધમકી પણ મહિલાને આપી હતી.
અખ્તરે રેલવેમાં નોકરી અપાવવાના બહાને અમિતાના ત્રણ સંબંધી પાસે 13.60 લાખ પડાવ્યા હતા. અખતરની અગાઉની પત્ની બાબતે પૂછ્યું ત્યારે તેને જણાવ્યું હતું કે, અમારા ધર્મમાં 4 પત્ની રાખી શકાય છે. અમિતાને મસ્જિદમાં લઈ જવાનું કહેતા અમિતા ગભરાઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.