ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020ની ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રાજ્યનું કુલ 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં 80.66 ટકા સાથે સુરત જિલ્લો નવમાં સ્થાન પર રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ A-1 ગ્રેડના વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે.
સુરતના વેડરોડ વિસ્તારના અક્ષર અરવિંદભાઈ કળથીયાએ A-1 ગ્રેડ, 99.98 PR મેળવ્યા છે. ભગવાન અને ગુરૂ તથા શિક્ષકો અને પરિવારને શ્રેય આપતાં અક્ષરે જણાવતા કહ્યું કે, પિતા વ્યવસાયની સાથે અને માતા હાઉસવાઈફ હોય અભ્યાસમાં તેઓ સતત સપોર્ટ કરતાં હતા.
રોજે રોજ સ્કૂલના અભ્યાસની સાથે જ રિવિજન કરી લેવાથી છેલ્લે બર્ડન નથી આવતું. ગુજરાતીના કૃદંત અને પદમાં તકલીફ પડતી હતી. જો કે શિક્ષકોના માર્ગદર્શન અને સતત અભ્યાસનો મહાવરો ચાલુ રાખ્યો હતો. સ્ટેસ્ટીકમાં 100માંથી 100 માર્ક આવ્યાં છે.
આગામી સમયમાં સીએના અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને UPSC ક્રેક કરવાની ઈચ્છા અક્ષરે વ્યક્ત કરી હતી. અક્ષર અરવિંદભાઈ કળથીયાએ A-1 ગ્રેડ સાથે 99.98 PR મેળવી તેમના માતા-પિતા સહીત તેમના પરિવાર અને તમના ગુરુ મહંતસ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news