અક્ષય કુમારે ટ્વિંકલ ખન્નાને આપ્યા ડુંગળી વાળા ઝુમકા, તો ટ્વિંકલે કહ્યું આવું કંઈક….

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આજકાલ ‘ગુડ ન્યુઝ’ ની તૈયારીમાં લાગેલા છે.૦ આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કરીના કપૂર, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં…

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આજકાલ ‘ગુડ ન્યુઝ’ ની તૈયારીમાં લાગેલા છે.૦ આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કરીના કપૂર, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આમ તો અક્ષય કુમાર ગુડ ન્યુઝ ના પ્રમોશનમાં ખૂબ બીઝી છે પરંતુ હવામાન પણ તેઓ સમય કાઢી પત્ની માટે ગીફ્ટ લાવવાનું નથી ભૂલ્યા. અક્ષય કુમારે ટ્વિંકલ ખન્નાને એક ખાસ પ્રકારના ઝુમકા ગિફ્ટ કર્યા. જેમાં નીચેની તરફ ડુંગળી લાગેલી હતી. ટ્વિંકલ ખન્નાએ આ ઝુમકા નો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.

અક્ષય કુમારે આપેલી ગિફ્ટ ટ્વિંકલ ખન્નાને ખૂબ પસંદ આવી અને તેમણે સોશ્યલ મીડિયા ઉપર ફોટો પોસ્ટ કરી કહ્યું કે ક્યારેક-ક્યારેક આ નાની અને સાધારણ વસ્તુ પણ તમારું દિલ જીતી લે છે. ટ્વિન્કલ ખન્નાના આ ડુંગળીવાળા ઝુમકા સોશિયલ મીડિયા ઉપર છવાયેલા છે. તેને શેર કરતાં લખ્યું કે, ” મારા પાર્ટનર ધ કપિલ શર્મા શો માંથી પાછા આવ્યા અને તેમણે કહ્યું આ જુમકા તેઓ કરીનાને દેખાડી રહ્યા હતા. પણ મને લાગ્યું કે તે વધારે પ્રભાવિત ન થઈ, પરંતુ મને લાગ્યું કે તને આ જરૂર પસંદ આવશે એટલા માટે હું તારા માટે લઈ આવ્યો.”ઘણીવાર નાની અને સાધારણ વસ્તુઓ પણ તમારું દિલ જીતી લે છે.

જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના એક શાનદાર એક્ટ્રેસ હોવાની સાથે-સાથે કોલમ રાઇટર અને પ્રોડ્યુસર પણ છે.અક્ષય કુમાર ની વાત કરીએ તો ખિલાડી કુમારની ગુડ ન્યુઝ ફિલ્મ આ મહિને 27 તારીખે રિલીઝ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *