સુરત(Surat): શહેરના સગરામપુરા(Sagarampura)માંથી ખાનગી લક્ઝરી બસ(Private luxury bus)માં સવાર થઈને મહુવા ગોળીગઢ બાપા(Goligarh Bapa)ના મંદિરે દર્શન કરી દમણ જઈને દારૂનો જથ્થો સાથે લાવનારા 55ની પુણા પોલીસ(Puna Police) દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. 55 આરોપીમાંથી 7 દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. સાથે સાથે લક્ઝરી બસને પણ કબજે કરી લેવામાં આવી છે.
પુણાના PI વી.યુ.ગડરિયાએ જણાવતા કહ્યું છે કે, પોલીસ સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે જાણકારી મળી હતી કે, બાપા સીતારામ ટુરીસ્ટ લક્ઝરી બસ GJ-14-V-5506માં કેટલાક લોકો મહુવા ગોળીગઢ બાપાના મંદિરેથી દમણ ગયા હતા અને ત્યાંથી દારૂ લાવવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે નિયોલ ચેક પોસ્ટ નજીક બસને રોકીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ડ્રાયવર ભરત મેપા સોલંકી પાસેથી દારૂની 5 બોટલ મળી આવી હતી. જ્યારે ક્લિનર બબલુ કુસ્વાહ અને અરવિંદ ટાંક પાસેથી પણ દારૂની બોટલો મળી અવી હતી. સાથે બસમાં 52 પ્રવાસી પૈકી 7 મહિલાઓ હતી, જે તમામ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યુ હતું અને 45 જેટલા પુરૂષ પ્રવાસીની બેગ પોલીસ સ્ટાફ દ્વારા ચેક કરવામાં આવતા દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, 45 પ્રવાસી, ડ્રાયવર અને 2 ક્લિનર પાસે દારૂ-બીયરની કુલ 265 બોટલ-ટીન કબજે કરવામાં આવી હતી. જેની કિંમત 46 હજાર રૂપિયા થાય છે. પોલીસ દ્વારા તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરીને દારૂ ઉપરાંત 8 લાખની બસ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં કેટલાક આરોપીઓ જુદા-જુદા વિસ્તારમાં રહે છે અને જ્યારે બાકીના આરોપીઓ સગરામપુરામાં ક્ષેત્રપાળ મંદિર વિસ્તારમાં રહે છે. તમામ પ્રવાસીઓ સગરામપુરાથી જ બસમાં બેસીને મંદિરે ગયા હતા અને ત્યાંથી દર્શન કરીને દમણ ગયા હતા જ્યાંથી તેઓ દારૂની બોટલ લઈને આવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.