ગુજરાતમાં દારૂબંધીનો નિયમ માત્ર આમજનતા માટે બનાવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં અવારનવાર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. મોટાભાગે પોલીસ દ્વારા કમીશન લઈને બુટલેગરોને છોડી દેવામાં આવતા હોય છે. જેને કારણે બુટલેગરો રાજ્યમાં ખુલેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે.
આજરોજ વધુ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી રહી છે. અડાજણમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબજે કરી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કાર પર ભારતીય જનતા પાર્ટી લખેલું છે. સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, અડાજણ પોલીસ સ્ટેશનના જમાદાર સમીર નટવરલાલને માહિતી મળી હતી કે, પાલનપુર નહેર પર રોયલ ટાઈટેનીયમ બિલ્ડિંગની નીચે એક મર્સિડીઝ કારમાં દારૂ છે.
સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં માહિતી મળતા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર જઈને કારની તલાશી લેતા કારમાંથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 48 બાટલીઓ મળી આવી હતી. તેની કિંમત 28800 રૂપિયા થાય છે. પોલીસે કાર સાથે આરોપી રાકેશ હીરાભાઈ ચૌહાણ(રહે. આંબેડકર આવાસ,કેનાલ રોડ,ઉગત) ઝડપાઈ ગયો હતો. પોલીસે દારૂ અને 15 લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરી હતી.
જે કારમાંથી પોલીસ દ્વારા દારૂ કબજે કરવામાં આવ્યો છે, તે કારની નંબર પ્લેટ ઉપર ભારતીય જનતા પાર્ટી લખ્યું હતું. આ દારૂ ભરત ઉર્ફ બોબડાએ આપ્યો હતો. તેથી પોલીસે રાકેશ અને ભરત વિરુદ્ધ ગુનો દાખલ કરીને ભરતને વાન્ટેડ બતાવ્યો છે. આ કાર રાકેશના મિત્ર ચિરાગ સોનાલીયાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle