‘આલે લે ઓલું ડબલ એન્જીન ઉભા રોડે ચડ્યું’- સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે પહેલા જ રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. ત્યારે PM નરેન્દ્ર મોદી(Narendra Modi) અને રાજ્યના…

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે પહેલા જ રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. ત્યારે PM નરેન્દ્ર મોદી(Narendra Modi) અને રાજ્યના ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ દરમિયાન નરેન્દ્ર મોદી કારમાં અને ભુપેન્દ્ર પટેલ તેની કારની પાછળ ચાલી રહ્યા હતા. ત્યારે હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ત્યારે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલ એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં વ્યક્તિ કહી રહ્યા છે કે, આલે લે ઓલું ડબલ એન્જીન નીકળ્યું ઉભા રોડે ચડ્યું છે જામનગરમાં. એક ટીંગાતું ટીંગાતું અને ફાફા મારતું જાય છે અને બીજું જોડા હોતું ખબ ખબ ધોડું જાય છે. શરમ કરો… શરમ કરો… ઢગલો એક સિક્યુરીટી રાખીને હાથ હલાવો છો. શરમ નથી આવતી તમને… ડબલ એન્જીનના દીકરા થતા નીકળી ગયા ઉભા રોડે…

20 ઓક્ટોબર પછી ગમે ત્યારે જાહેર થઇ શકે છે ગુજરાતની ચૂંટણી:
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. સૂત્રોથી પાસેથી મળતી માહિતી અનુસાર, 20 ઓક્ટબર પછી ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. વાત કરવામાં આવે તો આગામી 16 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ગુજરાત આવી રહ્યા છે. તેઓ દ્વારા ગુજરાતમાં 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવામાં આવશે. આ દરમિયાન ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે અને જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી અનુસાર, 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થયો છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *