પાકના ભાવમાં ઘટાડો થવાના વિરોધમાં ગયેલા ખેડૂતનેતા પાલ આંબલિયાને પોલીસે ફટકાર્યા

રાજકોટમાં કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની ધરપકડ બાદ કોંગ્રેસના દેખાવા બાદ રાજકારણ ગરમાતું જાય છે. આજ રોજ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાને ઢોર માર માર્યાનો આરોપ પોલીસ પર થઈ રહ્યા છે. ગઈકાલે એટલે કે બુધવારેના રોજ પાલ આંબલિયાની ધરપકડ બાદ તેમને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે. આજે પાલ આંબલિયાની હાલતને જોતા પોલીસે તેમને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક દ્દષ્ટિએ જાણવામાં મળી રહ્યું છે. પાલ આંબલિયાની હાલત ખરાબ થતા તેને વહેલી તકે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની ધરપકડ બાદ તેમને પોલીસ દ્વારા ઢોર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં હાલ ગાંધીનગરના ઈશારે પોલીસ કામ કરી રહી છે. કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખને પોલીસે કસ્ટડી દરમિયાન ઢોર માર મરાયો છે. પાલ આંબલિયાએ પણ ઢોર માર મરાયો હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવતા કહ્યું છે કે, બુધવારે પાલ આંબલિયાની ધરપકડ કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડુંગળી-કપાસ-એરંડાના ભાવો સાવ તળીયે બેસી જતા, ખેડૂતોને લાખો-કરોડોની ખોટ જતા અને ભારત અને ગુજરાત સરકારે પોષણક્ષમ ભાવો નહિ જાળવતા કે ખરીદી નહિ કરતા તેના વિરોધમાં બુધવારના રોજ ગુજરાત કોંગ્રેસના આગેવાનો પાલ આંબલીયા અને અન્ય બે ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. આ ત્રણેય લોકોએ કલેકટર કચેરીએ ડુંગળી-એરંડા અને કપાસ ભરેલા કોથળા સાથે દોડી આવ્યા હતા, અને કોરોનાની ભયાનક બીમારી હોય, આ ત્રણેય જણાંએ પીએમ કેર ફંડમાં આપવા આવ્યાનું અને કલેકટરને આ ત્રણેય વસ્તુ આપવા આવ્યાનું નિવેદન આપતા જ મોટું ટોળું એકઠું થઇ ગયું હતું.

પોલીસ બંદોબસ્તમાં રહેલ પોલીસ પણ તેમની પાસે દોડી ગઈ હતી, પાલ આંબલીયાએ જણાવતા કહ્યું હતું કે, આ ત્રણેય વસ્તુના ભાવો સાવ તળીયે બેસી ગયા છે, કપાસ-એરંડાના ભાવો 50 ટકાથી નીચે ઉતરી ગયા છે, હું પ્રધાનમંત્રી રાહત ફંડમાં આ વસ્તુ આપવા આવ્યો છું, ડુંગળીના ભાવો એટલા ઘટી ગયા છે કે, ખેડૂત પાયમાલ થઇ ગયો છે, લાખો-કરોડોની ખોટ ગઇ છે, છતાં સરકારની આંખ ઉઘડતી નથી, અને પોષણક્ષમ ભાવો અંગે કોઇ જાહેરાત કરતી નથી, પોલીસ મારી અટકાયત ન કરે, આમાં કોઇ ગુન્હો બનતો નથી.

પાલ આંબલીયા અને અન્ય બે ખેડૂતો ચેનલો અને મીડીયાના પ્રતિનિધીઓ સાથે કલેકટર કચેરીના પટાંગણમાં વાત કરી રહ્યા હતા, ત્યાં રાજકોટની પ્રધ્યુમનનગર પોલીસની જીપ દોડી આવી હતી અને ત્રણેય ખેડૂત પાસેથી વસ્તુઓ ભરેલા કોથળા જપ્ત કરી પાલ આંબલીયા અને અન્ય બે ખેડૂતોની અટકાયત કરી લીધી હતી. અટકાયત સમયે પણ પાલ આંબલીયાએ વિરોધ વ્યકત કર્યો પરંતુ પોલીસે તેને જીપમાં બેસાડી દીધા હતા, પોલીસ માત્ર 10 મિનિટમાં આવી જતા વિરોધ કરવા આવનાર આગેવાનો કલેકટરની ચેમ્બર સુધી જઇ શકયા ન હતા, પણ 15 મિનિટ સુધી કલેકટર કચેરીમાં ભારે હંગામો-ટોળા એકઠા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *