આલિયા ભટ્ટ: મેમે કવીન નો આજે છે બર્થડે- કેટલું કમાય છે એક વર્ષમાં?

Published on: 1:31 pm, Fri, 15 March 19

15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં જન્મેલી આલિયા કે જેણે આઠ વર્ષ પહેલાં જ બોલિવૂડમાં સ્ટુડન્ટ બનીને એન્ટ્રી કરી હતી તે આજે બોલિવૂડની ક્યુટ એન્ડ ટેલેન્ટેડ અભિનેત્રી બની ચૂકી છે જેના આજે ૨૬ વર્ષની થઈ ચુકી છે. આજે તેણે એક ટીમમાં ખૂબ જ મોટી મહારત મેળવી ચૂકી છે વરસ 2012 થી લઈને 2019 સુધીમાં આલિયાની જોડી માં 15 સુપર ડુપર ફિલ્મો કરી ચૂકી છે. એક સમયમાં જ્યારે તેના ખરાબ જીકે ની મજાક ઉડાડવામાં આવી તો બીજી તરફ પોતાના અભિનયથી તેણે બધાને બોલતી બંધ કરી દીધી અને કરોડો લોકોના દિલોમાં રાજ કરતી ફરતી આલિયા પ્રોફેશનલ જિંદગી સાથે પણ તેની ખુલ્લી કિતાબની જેમ જોવા મળે છે.

ભારતીય અભિનેત્રીઓમાં સ્ટાઈલ અને ગ્લેમરના મામલે આલિયા ટોપ ઉપર હંમેશના માટે રહી છે.
આલિયા ભટ્ટ ના સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેમના રિલેશનશિપ અને બ્રેકઅપ સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા અને વળી હવે રણબીર કપુર સાથે તેના લગ્નના ખોટી અફવાઓ છવાયેલી છે. જ્યારે ગ્લેમર અને સ્ટાઈલ બાબતે આલિયા બોલિવૂડમાં ટોપ પર રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયાને સૌથી વધુ ડર લાગતો હોય તો તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેના વધતા જતા વજનથી સૌથી વધુ ગભરાટ થાય છે. અને આલિયા પોતાના જુના ફોટા પણ જોવાનું પસંદ નથી કરતી.

હાલના સમયમાં આલિયા ભટ્ટ 4 મિલિયન ડોલરની માલિક છે. એક વેબસાઈટ રિપોર્ટના સર્વે અનુસાર આલિયા ભટ્ટ માત્ર 27 વર્ષની ઉંમરમાં જ 4 મિલિયન ડોલર એટલે કે ૨૮ કરોડ રૂપિયાની માલિક છે. આલિયાની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર બહુ જ મોટા ખર્ચે છવાઈ જાય છે તેનું કારણ છે કે આલિયાનો પરિશ્રમ અને સખત મહેનત. આલિયાની ફિલ્મ જેમકે હાઇવે, ટુ સ્ટેટ્સ, ઊડતા પંજાબ, ડિયર જિંદગી, રાજી અને ગલી બોય જેવી બ્લોક બસ્ટર હિટ આપનારી આ આલિયાની કમાણીની બાબતમાં પણ સૌથી આગળ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આલિયા પોતાની દરેક ફિલ્મમાં ચાર કરોડ રૂપિયાનો ચાર્જ લે છે.

આલિયા માત્ર ફિલ્મ માંથી જ નહિ પરંતુ ટીવી એડ થી પણ કરોડોની કમાણી કરે છે. શું તમે વિચાર્યું છે આતો માત્ર ફિલ્મની જ કમાણી છે પરંતુ તેની એડ માંથી મળતી કમાણી પણ ફિલ્મ કરતા ઓછી નથી. એક રિપોર્ટ અનુસાર આલિયા વર્ષના ત્રણ કરોડ રૂપિયા માત્ર ટીવી એડ માંથી કમાય છે.

આલિયા ભટ્ટ નવા નવા ઘર ખરીદવાનો ઘણો રસ છે. હાલના સમયમાં આલિયા પાસે મુંબઈના જુહુમાં એક શાનદાર અને ભવ્ય ઘર છે. આ ઘરની કિંમત આશરે ૧૩ કરોડની આસપાસ છે. આપણને જાણીને નવાઈ લાગે કે આ તો માત્ર આલિયા નું પહેલું ઘર છે અને આ સિવાય તેણે બીજા બે ઘર ખરીદી ચૂકી છે અને તેની કિંમત પણ આજે કરોડોમાં છે.

મિત્રો શું તમે જાણો છો ? આલિયા ભટ્ટે બોલિવૂડમાં પ્રવેશ લેવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. પોતે મહેશ ભટ્ટની દીકરી હોવા છતાં બોલિવૂડમાં પ્રવેશ લેવો તેમના માટે સરળ નહોતું 400 છોકરીઓની પસંદ બાદ કરણ જોહરે આલિયાનું સિલેક્શન ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માટે કર્યું જોકે તેની પ્રથમ ફિલ્મ હતી.

આલિયા ભટ્ટ અને બાળપણથી ડાયરી લખવાનો ખૂબ જબરો શોખ હતો. એ પણ કહેવામાં આવે છે કે જ્યારે આલિયા દુઃખી હોય કે જ્યારે તે કોઈ નિર્ણય ના લઈ શક્તિ હોય ત્યારે તે સૂવાનું પસંદ કરે છે આલિયા ભટ્ટ નું માનવું છે કે પરેશાન રહેવાથી સારું છે સુઈ જવું.

આલિયાના જીવનમાં સૌથી મહત્વકાંક્ષી કોઈ જો હોય તો એ છે તેના પિતા મહેશ ભટ્ટ. આલિયા બાળપણમાં પોતાના પિતા સાથે વધુ સમય વિતાવ્યો નથી. આલિયા ને માટે તેના પિતા મહેશ ભટ્ટ હંમેશા તેમના એક સેલિબ્રિટી રહ્યા છે.