IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. સમાચાર એ છે કે, 2 ખેલાડીઓ સહિત ચેન્નઈ સુપર કિંગ્સના જે 13 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો, તે સભ્યોનો ટેસ્ટ હવે નેગેટિવ આવ્યો છે. આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ ના સભ્યો દીપક ચહર અને ઋતુરાજ ગાયકવાડને કોરોના પૉઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ સુરેશ રૈનાએ IPLથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતુ અને ઘરે આવી ગયો હતો.
મંગળવારના ટેસ્ટનું પરિણામ શું આવ્યું?-જાણો
CSKના સભ્યોને IPL માટે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી એ પહેલા વધુ એકવાર ટેસ્ટ કરાવવો પડશે. CSKના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો સોમવારના રોજ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મંગળવારના રોજ ટેસ્ટનું પરિણામ આવ્યું છે. હવે બધા જ ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફને 3 સપ્ટેમ્બરને બુધવારના રોજ એકવાર ફરી વખત કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જો ટેસ્ટ નેગેટિવ આવે તો બધા ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફને 5 સપ્ટેમ્બરથી IPL ચેન્નઈ સુપર કિંગ્સને ટ્રેનિંગ આપવાની સંમતિ મળી જશે.
4 સપ્ટેમ્બરથી ટ્રેનિંગ શરૂ થાય તેવી સંભાવના
આ ઉપરાંત ઑફ સ્પિનર હરભજન સિંહને લઇને કંઇ પણ વિગત સ્પષ્ટ નથી. હરભજન સિંહ હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની સાથે UAEમાં નથી જોડાયેલા. દુબઈમાં ટીમની સાથે રહેલા વિશ્વનાથને કહ્યું કે, “હા, બધા જ 13 સભ્યોને કોરોના નેગેટિવ આવ્યા છે.
ગુરુવાર, ત્રણ સપ્ટેમ્બરના રોજ બધા ખેલાડીઓનું એક પરીક્ષણ ફરીથી થશે. શુક્રવાર 4 સપ્ટેમ્બરથી ટ્રેનિંગ શરૂ થશે તેવી સંભાવના છે.” તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, સુપર કિંગ્સના સભ્યો દીપક અને ઋતુરાજ બંને 14 દિવસનો ક્વોરન્ટાઇન પૂર્ણ કરશે અને નિયમો અનુસાર નેગેટિવ આવ્યા બાદ જ ટ્રેનિંગથી જોડાઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews