અવસાન બાદ બેસણું કે બારમાની વિધિને બદલે કર્યું ભગીરથ કામ: ૧૧૧ વૃક્ષોનું રોપણ ને ૧૧૧ બોટલ રક્ત

ઘણીવાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, પણ હાલમાં જે એક સમાચાર સામે આવી રહ્યાં છે. એ સમાજનાં તમામ લોકોની માટે એક પ્રેરણારૂપ બન્યાં…

ઘણીવાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, પણ હાલમાં જે એક સમાચાર સામે આવી રહ્યાં છે. એ સમાજનાં તમામ લોકોની માટે એક પ્રેરણારૂપ બન્યાં છે. સામાજિક અગ્રણી તેમજ શ્રી ખોડલધામ સહિત ઘણાં સામાજિક સંસ્થાની સાથે જોડાયેલ પટેલ સમાજનાં યુવા આગેવાન પંકજભાઈ સિદ્ધપરાનાં ધર્મપત્ની હેતલબેનનું કેન્સરની બીમારીને લીધે 25 ઓગસ્ટે મોત નીપજ્યું હતું.

ત્યારે અવસાન પછી સમાજનાં રીત રિવાજ પ્રમાણે યોજાતાં બેસણાંની જગ્યાએ હાલમાં કોરાના મહામારીમાં શહેરમાં લોહીની અછતને લઈને ‘રક્તદાન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 111 લોહીની બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

અવસાન બાદ કરવામાં આવતી બારમાની વિધિમાં વૃક્ષારોપણનાં કાર્યક્રમનું આયોજન સમાજમાં એક અલગ જ રાહ ચિંધવાનો સંકલ્પ લીધો હતો. જેનાં અનુસંધાને સુરતમાં આવેલ વેલેંજા વિસ્તારમાં આજે જ વૃક્ષારોપણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 111 જેટલા વૃક્ષોનું રોપણી કરવામાં આવી હતી.

વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં સમાજનાં અગ્રણી રામજીભાઈ ઇટાલિયા, ઠાકરશીભાઈ, મૂળજીભાઈ ધામેલીયા, ડો. ગધેસરિયા સાહેબ, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવિયા, મુકેશભાઈ પટેલ હિંદવા, R.K., રસિકભાઈ રામદરબાર, કઠોર ગામનાં સરપંચ તેમજ રાજકીય મહાનુભાવમાં પૂર્વ મંત્રી તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય V.D.ઝાલાવાડીયા, દર્શન ભાઈ નાયક, દેવરાજભાઈ ટીંબી, દિનેશભાઈ સાવલિયા, વિશાલ વસોયા,ચીમનભાઈ વોરા,પંકજ ધામેલિયા સહિત ઘણાં સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.

હેતલબેનનું કેન્સરની બીમારીને લીધે મોત થયેલ હોવાંથી એમની સ્મૃતિરૂપે સુરતમાં આવનાર દિવસોમાં એક ફાઉન્ડેશન ની સ્થાપના કરીને કેન્સરનાં રોગને પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવાં તેમજ સ્ત્રીઓમાં વધુ થતાં કેન્સર માટેનાં જવાબદાર તત્વોનું વહેલી તકે નિદાન તેમજ સફળતાપૂર્વક સારવાર થઈ શકે એની માટે લોક જાગૃતિ તેમજ લેબોરેટરી તપાસ પણ થઈ શકે એવાં લક્ષ્યથી એક સેન્ટર સુરત ખાતે ઉભુ કરવામાં આવશે. જ્યાં આવા લોકોને વહેલી તકે નિદાન તથા જરૂરી સારવાર માટે સલાહ પણ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *