છેલ્લા ઘણા સમયથી વિદેશ જનારા યુવકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે કેનેડા (Canada) માં એક સાથે ત્રણ કોલેજો બંધ થતા, ગુજરાત (Gujarat) ના કેટલાય યુવકો મુશ્કેલીમાં મુકાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સુરત (Surat), વડોદરા (Vadodara), મહેસાણા (Mehsana) અને અમદાવાદ (Ahmedabad) શહેરના છે.
મળતી માહિતી અનુસાર કેનેડાની ત્રણ કોલેજે ફંડ ના હોવાથી નાદારી નોંધાવી હતી, જેના કારણે આ કોલેજમાં અભ્યાસ કરતા ગુજરાત સહિત ભારતના ઘણાં રાજ્યોના વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે કેનેડામાં રહેતા સુરતના એક યુવાને જણાવતા કહ્યું હતું કે, ‘સ્થાનિક કોર્ટમાં આ મામલો ચાલી રહ્યો છે, અને આવનારી સુનાવણી 28 ફેબ્રુઆરીના રોજ થવાની છે.’ યુવકે વધુમાં કહેતા જણાવ્યું હતું કે, ‘ડરવાની કોઈ જરૂર નથી, જો આ કોલેજ શરૂ નહીં થાય તો અન્ય પ્રાઇવેટ કોલેજોએ સામાન્ય ફીમાં અભ્યાસ પૂરો કરી દેવાની પણ ઓફર આપી છે.’
મૂળ સુરતના અને હાલ કેનેડામાં રહેતા આ વિદ્યાર્થી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે, આ યુવક 2020 માં કેનેડા અભ્યાસ કરવા આવ્યો હતો, બે વર્ષના કોર્સના આ યુવકે 30 હજાર ડોલર ફી ભરી હતી. અને આગામી સપ્ટેમ્બર મહિનામાં આ કોર્સ પૂરો થઈ રહ્યો છે. સાથોસાથ આ યુવકે જણાવ્યું હતું કે, તેની કોલેજમાં સુરત, વડોદરા, મહેસાણા સહિત અમદાવાદ અને રાજકોટમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.
આ યુવકે જણાવ્યું હતું કે, રાઇઝિંગ ફોનિક્સ નામની કંપની દ્વારા ચલાવવામાં આવતી ત્રણ કોલેજો બંધ થઈ છે. સાથોસાથ જાણવા મળ્યું છે કે, આ કોલેજમાં ભારતીય અને વિદેશી ટીચિંગ સ્ટાફમાં હતા. સાથોસાથ આ યુવકે જણાવ્યું હતું કે, જો આ કોલેજ શરૂ ન થાય તો અન્ય કોલેજે ઓછા ખર્ચે અમને ભણાવવાની તૈયારી બતાવી છે. જોકે હાલ આ દરેક વિદ્યાર્થીઓની નજર 28 તારીખે થનારી કોર્ટની સુનાવણી છે. ઘણી પ્રાઇવેટ કોલેજોએ આ વિદ્યાર્થીઓને ઓછી ફી લઈને ભણવા તૈયાર થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.