પંજાબ (Punjab)ના ગુરદાસપુર(Gurdaspur) જિલ્લામાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. અહીંના ડેરા બાબા નાનક હેઠળ આવતા તરપાલા ગામમાં એક મહિલાએ તેના પુત્ર અને પુત્રી સાથે ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા હતા. આ ઘટના પાછળ કૌટુંબિક ઝઘડો મુખ્ય કારણ હોવાનું કહેવાય છે.
મૃતકોમાં મહિલા કુલવિંદર કૌર (45), પુત્ર સુખમનપ્રીત સિંહ (18) અને પુત્રી સિમરનપ્રીત કૌર (17)નો સમાવેશ થાય છે. ઝેર પીધા બાદ ત્રણેયને સારવાર માટે પ્રથમ ફતેહગઢ ચુડીયાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ ત્યાંથી ગંભીર હાલતમાં અમૃતસર રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન પહેલા પુત્રી અને પછી માતાનું મોત થયું હતું. જ્યારે પુત્રનું પણ ગુરુવારે સવારે મોત નીપજ્યું હતું.
ડેરા બાબા નાનક પોલીસ સ્ટેશનના માલેવાલ પોલીસ ચોકીના ઈન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટર ભૂપિન્દર સિંહે જણાવ્યું કે મૃતક કુલવિંદર કૌરના પિતા અજય સિંહ કોટલા કાઝિયાના નિવેદન પર કલમ 174 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે કે, આખરે ક્યા કારણોસર એક પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી પદાર્થ ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મૃતક મહિલાનો પતિ ખેતી કરે છે. તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.