ગુજરાતીઓને વધુ એક ગેરેંટી આપવા ગુજરાત આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ- જાણો શું છે કાર્યક્રમની રૂપરેખા?

Published on: 3:36 pm, Fri, 5 August 22

ગુજરાત(GUJARAT): આવનારી વિધાનસભાની ચુંટણી(Assembly elections)ને લઈને રાજ્યમાં હાલ રાજકીય હલચલ તેજ બની રહી છે. BJP અને AAP સહિત તમામ રાજકીય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યભરમાં નેતાઓની અવાર-નવાર મુલાકાતો થઈ રહી છે. આ દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતનો પ્રવાસ ચાલુ રાખશે. કેજરીવાલ આ મહિનામાં બે વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

WhatsApp Image 2022 08 05 at 3.04.44 PM - Trishul News Gujarati #arvindkejriwal, #gopalitalia, #IsudanGadhvi, aap, arvind kejriwal, Assembly elections, bjp, Chief Minister Arvind Kejriwal, delhi, Delhi model, gujarat

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ જામનગરમાં જન સંવાદ કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરશે અને વેપારીઓ ની સમસ્યાઓ જાણશે. અરવિંદ કેજરીવાલ ખાસ કરીને MSME સેક્ટરના વેપારીઓ ની સમસ્યાઓ જાણશે.

અરવિંદ કેજરીવાલ આવતીકાલે 6 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે જામનગર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી અરવિંદ કેજરીવાલ જનસંવાદ માટે રવાના થશે. બપોરે 3 કલાકે અરવિંદ કેજરીવાલ એક ટાઉન હોલ કાર્યક્રમમાં જામનગરના વેપારીઓ સાથે સંવાદ કરશે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ જામનગર થી વડોદરા જવા રવાના થશે. સાંજે 5 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે.

WhatsApp Image 2022 08 05 at 3.04.45 PM - Trishul News Gujarati #arvindkejriwal, #gopalitalia, #IsudanGadhvi, aap, arvind kejriwal, Assembly elections, bjp, Chief Minister Arvind Kejriwal, delhi, Delhi model, gujarat

બીજા દિવસે 7 મી ઓગસ્ટે, અરવિંદ કેજરીવાલ છોટાઉદેપુરના બોડેલી વિસ્તારમાં એક વિશાળ જન સંમેલન કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે બીજી નવી ગેરંટી જાહેર કરશે. અરવિંદ કેજરીવાલની આ ગેરંટી ગુજરાતના નબળા વર્ગના ગરીબ લોકો માટે મોટી આશાનું કિરણ સાબિત થશે. અરવિંદ કેજરીવાલના આ જન સંમેલન કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.