કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની એક જાહેરાતે સુરતવાસીઓને ખુશ કરી દીધા છે. નીતિન ગડકરીએ બુધવારે પાર્લામેન્ટમાં એક નિવેદન આપ્યું જેમાં કહેવાયું છે, કે દેશના તમામ નેશનલ હાઈવે પર ૬૦ કિલોમીટર માં આવતા ટોલ ટેક્સ બુક બંધ કરવામાં આવશે, એટલે કે બે ટોલ પ્લાઝા ની વચ્ચે ૬૦ કિલોમીટર થી ઓછું અંતર હશે તો તેવા ટોલ પ્લાઝામાંથી એક ને બંધ કરી દેવામાં આવશે.
લોકસભા માં થયેલી ચર્ચા મુજબ નીતિન ગડકરીએ કહ્યું કે 60 કિલોમીટરથી ઓછા અંતરના તમામ ટોલ નાકાઓ બંધ કરવામાં આવશે. આ કામ ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે સાથે સાથે સ્થાનિક લોકોને તે વિસ્તારના ટોલબુથ થી નીકળવા માટે આધારકાર્ડ આધારિત પાસ બનાવવામાં આવશે.
All toll collecting points which are within 60 km of each other on the National Highways will be closed in the next three months. : Union Minister Shri @nitin_gadkari ji pic.twitter.com/RSmMUaJFVE
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) March 22, 2022
ઉલ્લેખનીય છે કે સુરતના ભાટીયા ટોલ નાકા અને કામરેજ ટોલ નાકા વિવાદિત રહ્યા છે. કારણકે ત્યાં ઘણી વખત ફરિયાદ ઉઠવા પામી છે કે, સુરતવાસીઓને પણ ઊંચો ટોલટેક્સ દેવો પડે છે. જ્યારે તેઓએ સુરત માં વાહન ચલાવવા માટે આજીવન રોડ ટેક્સ ભર્યો હોય છે. આ બંને ટોલનાકા સતત વિવાદમાં રહ્યા છે. ભૂતકાળમાં આ ટોલનાકાઓ હટાવવા માટે આંદોલન પણ થઇ ચુક્યા છે.
પાંચા લોકોની સુરક્ષા માટે તેઓએ લોકસભામાં જણાવ્યું કે, અમે દરેક ગાડીમાં જ એર બેગ લગાવવાનો નિયમ ફરજિયાત કર્યો છે. માર્ગ યોજનાઓની વાત કરતા તેઓએ જણાવ્યું કે દિલ્હી થી અમૃતસર ચાર કલાકમાં, ચેન્નાઇ થી બેંગ્લોર બે કલાકમાં અને દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં પહોંચવા માટે સક્ષમ પરિયોજનાઓ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.