પ્રયાગરાજ- Allahabad ના સરાય ઈનાયત પોલીસ સ્ટેશન પાસેના દુબાવલ ગામ ના એક પડતર સરકારી શૌચાલયમાં અચાનક વિસ્ફોટક ફાટવાથી બે બાળકોના મોત થયા છે. તેમાંથી એકની ખરાબ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટ શૌચાલય માં રાખવામાં આવેલ દારૂગોળા થી થયો. આ દારૂગોળો શૌચાલયમાં કોણે અને ક્યાં મુક્યો હતો તેની પોલીસ શોધ કરી રહી છે.
દુબાવલ ગામના રહેવાસી શિવપૂજન બિંદ શાકભાજીની ખેતી કરે છે. મંગળવારે સવારમાં તે ગંગા કછાર માં તેમની ખેતી જોવા માટે ગયા હતા. અને તેની પત્ની ગીતા તેના પિયરમાં ગયા હતા. તેના ચાર બાળકોમાંથી ત્રીજા નંબરનો વિજયશંકર અને પડોશમાં રહેતા સંજય બીંદ ના બાળકો પુત્રી સોનમ અને પુત્ર આયુષ ની સાથે 12વાગ્યા ની આજબાજુ ઘરની પાસે રમી રહ્યા હતા.
રમતા રમતા બાળકો બહાર જઈને સ્વચ્છ ભારત મિશન માં જોડાવા માટે શૌચાલય માં પહોંચી ગયા. અચાનક ત્યાં ગંભીર વિસ્ફોટ થયો જેની જપેટમાં આવવાથી ત્રણેય બાળકો દૂર જઈને પડ્યા. આ વિસ્ફોટ માં સોનમના મોઢે અને વિજય શંકરના પેટ અને હાથની ચામડી લેવાઈ ગઈ હતી અને આયુષની તો હાલત જ ખૂબ ગંભીર હતી. સમય રહેતા આજુબાજુના લોકો બાળકોને લઈને હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં સોનમને મૃતવસ્થા માં જાહેર કરવામાં આવી.
આ ગંભીર હાલતમાં વિજયશંકર અને આયુષ ને આઈ સી યુ માં લઇ જવામાં આવ્યા. ત્યાં પહોંચવા સુધીમાં વિજયશંકર ની પણ મૃત્યુ થઈ ગઈ. અત્યારે આયુષ ગંભીર હાલતમાં જ છે. આ બાબતની જાણકારી મળતા જ એસપી ગંગા પાર સીઓ ફૂલ્પુર મયફોર્સ સમય મળતા પહોંચી ગયા.
શોધખોળ દરમિયાન શૌચાલય ની આજુબાજુ ખીલ્લી, છરા અને સાયકલની ચેન ના ટુકડા મળી આવ્યા છે. ઓફિસરોનો કહેવું છે કે શોધખોળ બાદ લાગે છે કે શૌચાલય માં દારૂગોળો અને બોમ્બ બનાવવાના સામાન પણ મુકવામાં આવ્યા હતા. અત્યારે પૂછપરછ જ સમયે ઘરના લોકોએ કંઈ ખબર નથી તેમ જણાવ્યું છે. પરંતુ પોલીસનું કહેવું છે કે થોડા સમયમાં જ તેના વિશે પૂરી વિગત જણાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.