ભાવનગરમાં લવસ્ટોરીનો કરુણ અંજામ- ‘આ મારો છેલ્લો વિડીયો…’, કહીને પ્રેમિકાના ઘરની બહાર જ યુવકે કર્યો આપઘાત

Published on Trishul News at 11:38 AM, Fri, 4 August 2023

Last modified on August 4th, 2023 at 11:45 AM

Youth commits suicide: ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની ફરજિયાત પરવાનગીની માંગ વચ્ચે ભાવનગરમાંથી વધુ એક દર્દનાક ઘટના સામે આવી રહી છે. ભાવનગરમાં રહેતા એક યુવકને યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે પ્રેમિકાના પરિવારે લગ્ન કરવાની ના પાડી તો પ્રેમીએ સૌથી પહેલા એક વિડીયો બનાવ્યો અને તેમાં યુવકે કહ્યું કે આ તેનો છેલ્લો વિડીયો છે. આ વિડીયોમાં યુવકે તમામ(Youth commits suicide) લોકોના નામ ગણાવ્યા અને પછી તેની ગર્લફ્રેન્ડના ઘરની બહાર આપઘાત કરી લીધી.

ભાવનગરમાંથી સામે આવેલ લવ સ્ટોરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. આ વિડીયોની નોંધ લેતા ભાવનગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરની સામે આપઘાત કરનારા રોનકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

છેલ્લો વિડીયો વાયરલ થયો

પોલીસના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના અધેલઈ ગામે રહેતા અને ભાવનગર બોરતળાવ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે મજૂરી કરતાં રોનક તળાવીયાને કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધમાં પડ્યો હતો. જેને લઈને યુવતી થોડ મહિના પહેલાં ઘરેથી ભાગી યુવાનના ઘરે રહેવા જતી રહી હતી. જેથી યુવતીના પરિવારના લોકોએ લગ્નની વાત કરીને યુવતીને પોતાના ઘરે પાછી લઈ ગયા હતા.જોકે ત્યારપછી યુવતીના પરિવારના લોકોએ લગ્નની ના પાડી દીધી હતી.

યુવતીના પરિવારજનો પર કર્યા આક્ષેપ

ત્યારપછી લગ્ન કરવાની વાત તો દૂર, યુવતીના પિતાએ અન્ય યુવકની મદદથી રોનકને ધાકધમકી પણ આપી હતી, તેમજ તેમની દીકરીને ભૂલી જવા પણ કહ્યું હતું.જેથી તે હિંમત હારી ગયેલો રોનક ગુરુવારે યુવતીના ઘર સામે પહોંચ્યો હતો અને મોબાઈલમાં એક વિડીયો બનાવ્યો હતો. જેમાં પોતાની આપવિતી વર્ણવી યુવતીના પિતાએ પોતાની સાથે છળકપટ કર્યાંનું તથા ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યાંના આક્ષેપ કર્યા બાદ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

જેળના સળિયા ગણવાના છે

રોનકે આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો છે.તેમાં તેણે યુવતીના પરિવારના લોકોના નામ પણ લીધા અને કહ્યું કે, ‘તમારા કારણે આપઘાત કરી રહ્યો છું. તમે મને લગ્ન કરવા ન દીધા. અમે બંને ભાગી ગયા ત્યારે તમે કહ્યું હતું કે 10 દિવસમાં લગ્ન કરાવી દેશો, પરંતુ 2 મહિના પછી પણ લગ્ન ન કરાવ્યા એટલે હું જાઉ છું, હવે તમને જેલના સળિયા ગણાવવાના છે.’

બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસ કેસ સંબંધિત લોકોના નિવેદનો નોંધી રહી છે.

Be the first to comment on "ભાવનગરમાં લવસ્ટોરીનો કરુણ અંજામ- ‘આ મારો છેલ્લો વિડીયો…’, કહીને પ્રેમિકાના ઘરની બહાર જ યુવકે કર્યો આપઘાત"

Leave a comment

Your email address will not be published.


*