રાજકોટમાં જુગારધામ પર પોલીસના દરોડા: 4 લાખના મુદ્દામાલ સાથે ભાજપ નેતા સહિત આઠ શકુનીઓની ધરપકડ

Rajkot Police Raid On Gambling Den Run: શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે સૌરાષ્ટ્રવાસીઓને જુગારની યાદ આવી જાય છે જોકે નેતાઓને પણ જુગારની લત લાગેલી હોય…

Rajkot Police Raid On Gambling Den Run: શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે સૌરાષ્ટ્રવાસીઓને જુગારની યાદ આવી જાય છે જોકે નેતાઓને પણ જુગારની લત લાગેલી હોય છે. તેમ બે દિવસ પહેલા રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના દીકરાની જુગાર રમતા ધરપકડ કરવામાં આવી હતી.ત્યાર પછી ગઈકાલે ધોરાજીમાં મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંચાલિત જુગાર ધામમાં દરોડા પાડવામાં આવ્યા હતા.ધોરાજીમાં નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના નેતા રમેશ લાડાનીના નિવાસ્થાને(Rajkot Police Raid On Gambling Den Run) જુગાર રમતા આઠ લોકોને ઝડપી પાડ્યા હતા તેમજ પોલીસે રોકડા રૂપિયા 2.70 લાખ મળી કુલ રૂપિયા ચાર લાખ 8,860 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાજપ નેતા અને ન.પા.ના પૂર્વ ઉપપ્રમુખને ઝડપી લીધા
ધોરાજી પોલીસને મળેલી માહિતી અનુસાર સ્ટેશન પ્લોટ ડીલક્ષ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 501 માં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવ્યો હતો.જેના આધારે બરોડા કરતાં રોકડા રૂપિયા બે લાખ 70,860 મળી કુલ 4,08,860 નો મુદ્દે માલ કબજે કર્યો હતો.આ દરોડા દરમ્યાન શહેરના હાલ ભાજપના નેતા અને મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ નરસિંહભાઈ લાડાણી, રૂપચંદભાઈ માણેકચંદભાઈ મંડલે,અમૃતભાઈ બચુભાઈ ત્રાડા,નિખીલભાઈ હસુભાઈ હિરપરા,જીતેન્દ્રભાઈ વજુભાઈ કોયાણી,વિંકલભાઈ જયંતીભાઈ વાછાણી,હનીફાની પોઠીયાવાળા,સિકંદર ભાઈ,વલીભાઈ મંદરાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

સાત લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા
પોલીસે દરોડા કરી કુલ મુદ્દે માલ રોકડા રૂપિયા 2,70,860 તથા 63 હજાર કિંમતના નવ મોબાઇલ અને 75 હજાર કિંમતના ત્રણ મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે તે ઉપરાંત ધોરાજી પોલીસે અન્ય એક દોરડામાં ચાર વેપારી સહિત સાત લોકોને જુગાર રમતા પકડી પાડ્યા હતા.જેમાં ફરેણી રોડ ઉપર મામાદેવ મંદિર પાસે જુગાર રમતા ચાર વેપારી જેમકે જયરાજ શેખવા મહેશ ઠેસીયા સહિત સાત લોકોને જુગાર રમતા પકડી પાડ્યા અને તેમની પાસેથી રોકડ રૂપિયા 94,300 નો મુદ્દે માલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *