કેન્દ્ર સરકારે(Central Government) મંગળવારે સંસદમાં જણાવ્યું કે, મોદી સરકારે 2018 અને 2021 વચ્ચે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા(Print and electronic media)ને આપવામાં આવેલી જાહેરાતો(Advertising) પર 1700 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના સાંસદ બદરુદ્દીન અજમલના પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી.
ઠાકુરે લેખિત જવાબમાં કહ્યું, “સરકાર દ્વારા આપવામાં આવતી જાહેરાતોનો મુખ્ય ઉદ્દેશ્ય તેના લક્ષ્ય લાભાર્થીઓને સરકારી નીતિઓ અને યોજનાઓ વિશે જાગૃત કરવાનો છે.” મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, સરકારે અખબારોને આપવામાં આવેલી જાહેરાતો પર કુલ 826.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
મંત્રાલયે કહ્યું કે 2020-21ની વચ્ચે 6 હજાર 85 જુદા જુદા અખબારોમાં 118.59 કરોડ રૂપિયાની જાહેરાતો આપવામાં આવી હતી. તે જ સમયે, 2019-2020 વચ્ચે 5365 અખબારોમાં 200 કરોડ રૂપિયા અને 2018-19ની વચ્ચે 6119 અખબારોમાં 507.9 કરોડ રૂપિયાની જાહેરાતો આપવામાં આવી હતી.
તે જ સમયે, છેલ્લા ત્રણ વર્ષમાં ઇલેક્ટ્રોનિક મીડિયાને જાહેરાત માટે 193.52 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પહેલા પણ અનુરાગ ઠાકુરે સંસદમાં કહ્યું હતું કે સરકારે ટેન્ડર અથવા નોકરીની ભરતીને લગતી નોન-કોમ્યુનિકેશન જાહેરાતો પરના ખર્ચમાં ઘટાડો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.