પાટીદાર સમાજના પ્રશ્નોને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવાદળ અને માતૃ સંસ્થાના પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યોના આંદોલનકારીઓ અને ગુજરાતના અન્ય સંગઠનોના આગેવાનો સાથે સંયુક્ત મિટિંગ અને ચિંતન શિબિરનું એક આયોજન નવરાત્રીના ત્રણ દિવસ પહેલા એટલે કે 4 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. આ મિટિંગમાં દરેક રાજકીય પક્ષોની વિચારધારા સાથે જોડાયેલા આંદોલનકારી હાજર રહેવાના છે અને આ મહત્વપૂર્ણ મિટિંગ બાદ આગળની રણનિતી જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે સમગ્ર ભારતમાં બિન અનામત વર્ગ ને 10 ટકા EWS નો લાભ મળતો થયો ત્યારે 2017 થી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પડતર માંગણીઓ બાબતે 4 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર આંદોલનકારીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.
આપણે જણાવી દઈએ કે આ મિટિંગમાં મુખ્ય 6 મુદ્દાઓ વિશે ચર્ચા થવાની છે.જેમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને સરકારી નોકરી આપવા બાબતે જે માંગણી કરવામાં આવી હતી તેનો ઉકેલ લાવવા બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા વિશે ચર્ચા થવાની છે.
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન અનેક યુવાનો પર પોલીસ કેસ થયા હતા જે કેસ પરત ખેંચવા બાબતની સરકાર સમક્ષની રજૂઆત વિશે મહત્વની ચર્ચા થવાની છે.મહિલા અનામત બાબતની રજૂઆત વિશે મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે.બિન અનામત વર્ગના લોકોને નિગમ દ્વારા પડતી મુશ્કેલીઓની રજૂઆત વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
ગામ, તાલુકા અને જિલ્લા લેવલે સામાજિક સંગઠન બને તે મુર્દે પણ ચર્ચા થવાની છે અને પાટીદાર સમાજની અનામત ની માંગણી બાબતે એક સર્વે થાય તેની અરજી બાબતે ચર્ચા થવાની છે. ગાંધીનગર ખાતે યોજાનારી આ મીટિંગ માં પાટીદાર સમાજના હિત ને લઈને અનેક મુદ્દા પર ચર્ચા થવાની છે અને ત્યારબાદ આગળની રણનિતી જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.