સુરત(Surat): 15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)ની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) દ્વારા ના 75 વર્ષ અંતર્ગત સાથે પાટીદાર અનામત આંદોલનના સાત વર્ષ પૂર્ણ થયા હોય તે 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ અને 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસ નિમિતે અને શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજે અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya)ની આગેવાનીમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તિરંગા પદયાત્રા આજ રોજ સવારે 9:00 કલાકે ક્રાંતિ ચોક એટલે કે કિરણ ચોક ખાતેથી નીકળી છે અને સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મીની બજાર વરાછા રોડ પૂર્ણ કરવામાં આવશે.
આ તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરથાણા એમ વગેરે વિસ્તારના યુવકો જોડાયા છે. સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ તિરંગા પદયાત્રામાં જોડાયા છે.
તિરંગા પદયાત્રામાં ઉમટી પડ્યા પાટીદારો:
અમે તમને જણાવી દઈએ કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સુરતમાં રાજકીય રીતે પોતે કેટલા મજબૂત છે તે સંગઠનાત્મક રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાતની આગામી 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને તેની સંગઠનની શક્તિ કોઈપણ રાજકીય પક્ષ માટે મોટો લાભ કે નુકસાન કરાવી શકે તેમ છે તેવું લાગી રહ્યું છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આંદોલન સમયે જે કેસો કરવામાં આવ્યા હતા તેને પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી અને સરકાર દ્વારા કેસો પરત ખેંચવા માટેની બાહેધરી પણ આપવામાં આવી હતી. પરંતુ પાટીદાર અનામત આંદોલનને એક પણ વાત સરકાર દ્વારા યોગ્ય રીતે માનવામાં આવી નથી. ત્યાંરે હવે તિરંગા પદયાત્રા રૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ શક્તિ પ્રદર્શન કરવાની પૂર્ણ તૈયારી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.