સુરત(Surat): ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022)માં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, ત્યારે સુરતની વરાછા બેઠક પર એવી ચર્ચા ચાલતી હતી કે, ત્યાં આમ આદમી પાર્ટી જીતી જશે, પરંતુ પરિણામ કઈક અલગ જ જોવા મળ્યું છે. વરાછા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya)ની હાર થઇ છે અને કુમાર કાનાણી(Kumar kanani)ની જીત થઇ છે.
અલ્પેશની હાર બાદ પણ આભાર યાત્રા:
કાકા સામે ભત્રીજાની હાર થવા છતાં પણ અલ્પેશ કથીરિયાએ આભાર યાત્રા યોજી હતી અને તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ આભાર યાત્રા દરમિયાન અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, આપ સૌને આ તક્ષશિલાની સરથાણાની આ સુરતની કર્ણ ભૂમિ પરથી આપ સૌને ખાતરી આપું છું કે, પાંચ વર્ષની અંદર કાઈ ન થાય તો કઈ નહી પણ, આ પાંચ વર્ષની અંદર વરાછા રોડ ઉપર સરકારી કોલેજ બનશે બનશે ને બનશે જ. તેવી ખાતરી લોકોને આપી હતી.
તેમજ વધુમાં તેમણે કહ્યું હતું કે, વરાછા રોડ પર 25 લાખની વસ્તીની અંદર એક સરકારી કોલેજ નથી, તમને ખાતરી આપીએ છીએ કે, ભલે આપ સૌના આશીર્વાદથી આજે હું ધારાસભ્ય ન બન્યો, પરંતુ ધારાસભ્ય હતો રહીશ અને આવનારા દિવસોમાં તમારી વચ્ચે આવીશ. જયારે પણ કોઈ અન્યાય થતો હશે, સમાજના કામ હશે, કોઈ પણ પ્રકારની તકલીફ હશે, તો પહેલાની જેમ જ અમારી ટીમ રાત દિવસ ઉભા હશું.
ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીને 67117 મત મળ્યા છે, જ્યારે અલ્પેશ કથીરિયાને 50285 મત મળ્યા છે. બીજી બાજુ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાની પણ હાર થઈ છે. વરાછા બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો હતો. પરંતુ ભત્રીજા પર કાકા ભારે પડી ગયા છે.
અલ્પેશે આશિર્વાદ લીધા હતા:
અલ્પેશ કથીરિયાએ હાર્યા બાદ પણ સામે ચાલીને કુમાર કાનાણી પાસે પહોંચી ગયાં હતાં. ત્યાં જઈને તેમના ચરણ સ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતાં. પ્રચાર દરમિયાન અને સામાન્ય દિવસોમાં પણ અલ્પેશ કથીરિયા કુમારભાઈને કાકા કહીને સંબોધન કરતા હોય છે. ત્યારે આજે કાકા સામે હાર્યા બાદ અલ્પેશ કથીરિયાએ શુભકામના આપવાની સાથે સાથે અલગ જ સંદેશ આપ્યો હતો. અલ્પેશ કથીરિયાએ મળીને કહ્યું કે, “તમારો ખુબ ખુબ આભાર.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.