કોરોનાના કેસમાં વધારો થતા રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂ છે. આવા માહોલ વચ્ચે રાજકીય હોદ્દા ધરાવતા નેતાઓ અને સામાજિક આગેવાનો વારંવાર નિયમોનો ભંગ કરતા હોય છે અને આવા લોકો સામે પોલીસ પગલા ન ભરને સામાન્ય માણસને ટાર્ગેટ બનાવતી અત્યાર સુધી જોવા મળી છે ત્યારે હવે સુરતમાં કર્ફ્યૂ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મદિનની ઉજવણીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ કોરોના ગાઈડલાઈન, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન, માસ્ક પણ ન પહેર્યા હોવાનું નજરે પડે છે.
આ વિડીયો વાઈરલ થવાને પગલે સુરત પોલીસે હરકતમાં આવીને અલ્પેશ કથીરિયાની અટકાયત કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનાના ૧૨ કલાકમાં જ કામરેજ પોલીસ દ્વારા આ પગલા લેવામાં આવતા સુરતના પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ને પોતાના ઘરેથી ધરપકડ કરીને કામરેજ લઇ જવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. પાટીદારોનો રોષ છે કે જયારે ભાજપ કોંગ્રેસના નેતાઓ આવા ધજાગરા ઉડાવે છે ત્યારે પોલીસ તો હા જી સાહેબ કરતી બાપડી બની જાય છે અને સામાન્ય લોકો આવો નિયમ ભંગ કરે તો દંડ કરી દે છે.
ઉલ્લેખનીય છે કે આજે અલ્પેશ કથીરિયાનો જન્મદિન છે પણ તેની પૂર્વ ઉજવણી સુરત જિલ્લાના કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં ગત રાત્રે કર્ફ્યૂ જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી. અલ્પેશ કથીરિયા, ધાર્મિક મલાવીયા, સંજય માવાણી, નિકુંજ કાકડીયા, નિલેશ કુંભાની, ફાર્મ ના માલિક ની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle