કોરોના વાયરસની(Corona virus) મહામારી વચ્ચે સંભવિત ત્રીજી લહેર(third wave)ની ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારે(gujarat Government) આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને ખાસ અપીલ કરી છે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કોરોના બ્લાસ્ટ થઇ રહ્યો છે. ગતરોજ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 5396 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમ છતાં અમુક નેતાઓ તો કાર્યક્રમ કરવામાં વ્યસ્ત જ છે. ખુલેઆમ કોરોનાની ત્રીજી લહેરને ‘વેલકમ’ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાને લીધે મોટાકાર્યક્રમો રદ કરવામાં પણ કેટલાક નેતાઓ હજુ ગંભીર નથી.
ગઈકાલના રોજ સાંજે 8 વાગ્યે રાજ્ય સરકારે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરી છે. જેથી કરીને કોરોનાના વધતા કેસને નિયંત્રણમાં લાવી શકાય. પરંતુ આ નિયમો પ્રજા તોડે તો તોડે પણ નેતાઓએ તો નિયમો કી ઐસી તૈસી કરવાનુ જાણે કે નક્કી જ કરી લીધુ છે. ત્યારે વધુ એક નેતાએ કોરોના ગાઇડલાઇનના લીરેલીરાં ઉડાવતા જોવા મળ્યા. આ નેતા બીજુ કોઇ પરંતુ ભાજપના નેતા અલ્પેશ પટેલ હતા.
મહેસાણામાં નેતાની હાજરીમાં નિયમોનું ઉલંઘન
ગુજરાતમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સંત સંમેલન યોજાઇ ગયા બાદ 40થી વધુ નેતાઓ કોરોના પોઝિટીવ આવ્યા. હવે મહેસાણામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ખેરાલુના મંદ્રોપુરા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો(Cricket tournament) ઓપનિંગ કાર્યક્રમ હતો જેમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર(BJP leader Alpesh Thakor) ઉપસ્થિત રહ્યા હતા. નેતાની ઉપસ્થિતિમાં જ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ન ક્યાંય જોવા મળ્યુ સામાજિક અંતર કે ન કોઇએ માસ્ક પહેર્યુ હતું.
એક સામાન્ય નાગરિક નિયમોનું ઉલ્લંઘન કરે તો દંડ ફટકારવામાં આવે છે પરંતુ અહીં તો નેતાજી પણ એટલા જ જવાબદાર જેટલી પ્રજા. પણ નિયમો તો પ્રજા માટે જ હોય ને, નેતાઓને થોડા કંઇ નિયમો લાગુ પડે ? ક્રિકેટ ટુર્નામેન્ટના ઓપનિંગમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ આવી પહોચ્યા હતા. લોકો ટોળે વળીને બેઠેલા જોવા મળ્યા હતા. ત્યારે અહીં સવાલ એ થાય કે શું ક્રિકેટ ટુર્નામેન્ટ લોકોના જીવ કરતા પણ મહત્વની હતી.
અલ્પેશ ઠાકોરે પણ નથી પહેર્યું માસ્ક
સોસીયલ મીડિયા પર વાઈરલ થઇ રહેલ ફોટાઓમાં સ્પષ્ટપાને જોવા મળી રહ્યું હતુ કે, ભીડની વચ્ચેથી ભાજપના નેતા અલ્પેશ ઠાકોર એન્ટ્રી કરે છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો તેમની આગતા સ્વાગતા કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ જો કોઇએ માસ્ક પહેર્યુ હોય તો. અરે ખુદ અલ્પેશ ઠાકોરે પણ માસ્ક પહેર્યુ ન હતું. નેતાજીને સારુ લગાડવા મસમોટા હાર પહેરાવવામાં આવ્યા પરંતુ કોરોનાનું કોઇને ભાન ન રહ્યુ. કોઇને ભાન ન રહ્યુ કે, આ ભીડ કોરોના નોતરી શકે છે. લોકો તો ભાન ભૂલ્યા હતા પરંતુ નેતા તો પ્રજાને સમજાવી શકે કે નહી ?
નેતાઓ સામે કોઈ કાર્યવાહી થશે કે નહિ?
ત્યારે સવાલ એ ઉદભવી રહ્યો છે કે શું કોરોનાના નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ છે? શું નેતાઓને આ પ્રકારના નિયમોમાંથી છૂટ આપવામાં આવી છે?, શું આ નેતાઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે નહિ તેતો જોવું જ રહ્યું. કોરોનાના વધતા કેસ વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન કેમ?, ભાજપ નેતા અલ્પેશ ઠાકોરને નિયમોનું ભાન નથી?, અલ્પેશ ઠાકોર લોકોને નિયમોનું પાલન કરવા કહે છે એને તેમની સામે જ ઉલ્લંન થાય છે? ટૂર્નામેન્ટમાં હાજરી આપનારા અલ્પેશ ઠાકોર સામે પણ કાર્યવાહી કેમ નથી કરાતી?, ટૂર્નામેન્ટનું આયોજન કરનાર અને તેમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કેમ નહીં?, શું અલ્પેશ ઠાકોરને કોરોનાના નિયમો લાગૂ નથી પડતા?, શું અલ્પેશ ઠાકોરને કોરોનાથી કોઇ ડર જ નથી રહ્યો?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.