કોંગ્રેસના બળવાખોર નેતા અલ્પેશ ઠાકોર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા બાદ ગુજરાત ભરમાંથી તેમની સામે ભારે આક્રોશ ઉભો થઈ રહ્યો છે. એટલું જ નહીં છેલ્લા બે દિવસથી અલ્પેશ ઠાકોર ભૂતકાળમાં ભાજપ અને તેના નેતાઓને વિરૂદ્ધ જે બોલ્યા હતા તેની ઓડિયો અને વિડીયો ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. એક ખાનગી ચેનલ નો ઇન્ટરવ્યુ વાઈરલ થઇ રહ્યું છે જેમાં અલ્પેશ પટેલ જ્ઞાતિને ભાજપ વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરી રહ્યો હોય છે.
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં અલ્પેશે જે રીતે અટેક કર્યો હતો તેની વિડીયો વાયરલ થયા બાદ આજે ફરીથી એક વીડિયો ક્લિપિંગ વાઇરલ થઇ છે. જેમાં અલ્પેશ ઠાકોરે એક જાહેર કાર્યક્રમની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ આપ્યા વિના તેમનો આડકતરી રીતે ઉલ્લેખ કર્યો હતો. જેમાં, અલ્પેશ ઠાકોર જણાવે આવે છે કે હું ખૂબ જ જવાબદારી પૂર્વક કહું છું કે, ભાજપના એક કદાવર નેતાએ અલ્પેશ ઠાકોરને એવું કહ્યું હતું કે અલ્પેશ તું ભાજપમાં આવી જા આ પટેલિયાઓની દાદાગીરી બંધ કરી નાખીએ.
એ સમયે હાજર રહેલા લોકોએ પ્રશ્ન કર્યો કે કદાવર નેતા એટલે કોણ અને સાહેબ એટલે કોણ? જેના જવાબમાં અલ્પેશ ઠાકોરે તેમની બાજુમાં બેઠેલા તે સમયના મંત્રી શંકર ચૌધરી તરફ ઈશારો કરીને એવું કહ્યું હતું કે આ બધાના માઇ બાપ. અલ્પેશ ઠાકોર આટલેથી જ અટકી ગયા ન હતા તેઓએ આગળ જણાવ્યું કે હું તમને કહું કે આ સમાજમાં ઠાકોર, ભરવાડ, ચૌધરી, દલિત, મુસ્લિમ, રબારી આ બધી કોમના લોકો વસવાટ કરે છે. આજે હું ગર્વ સાથે કહું છું કે જો ગુજરાતનો વર્ગ વિગ્રહ અટકાવવાનું કામ કોઈએ કર્યું હોય તો અમારી એકતા મંચ અને અમારી સેનાએ કર્યું છે. આજે આવો ત્યારે મેં એવું કહ્યું કે જ્યારે પાટીદારોએ તો ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે આમ છતાં તેના માટે આ શબ્દ વપરાતો હોય તો અમે ઠાકોરએ તો કશુ આપ્યું નથી અમારી શી દશા થશે?