PM મોદીને ગાળો ભાંડનાર અલ્પેશ ઠાકોર હવે ટીકીટની લાલચમાં કરી રહ્યા છે ભાજપ અને નારેન્દ્ર મોદીના ભરપેટ વખાણ

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા ભાજપ(BJP)ની ગુજરાત ગૌરવ યાત્રા(Gujarat Gaurav Yatra)નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકાના ઝાંઝરકા ગામથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’ ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાવવાની છે. આ યાત્રા અમદાવાદથી લઈને સોમનાથ સુધીના 9 જિલ્લામાં ફરી વળશે અને ભાજપની સરકારે કરેલાં કામો લોકોને બતાવશે. જો વાત કરવામાં આવે તો ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા ગઈકાલે વડગામ ખાતે પહોંચી હતી. આ ગુજરાત ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) પણ હાજર રહ્યા હતા.

ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવતા કહ્યું હતું કે, ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ કેવી હતી તે બધા જ જાણે છે. આજે જે સુખ-સુવિધાઓ છે તે ભારતીય જનતા પાર્ટીની સરકારને આભારી છે. છેલ્લા ૨૭ વર્ષ થી ભરોસાની ભાજપ સરકારે જે કામો કર્યા છે તે કામના આધારે આજે તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આપણી સરકારે ગુજરાતમાં શાંતિ- સલામતિનું વાતાવરણ બનાવીને રાજ્યને કર્ફ્યૂમાંથી કાયમી મુક્તિ અપાવી છે.

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ વડગામ અને સમસ્ત બનાસકાંઠા જિલ્લાની પ્રજા વતી ભરોસાની ભાજપ સરકારના સુકાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૌરવ યાત્રાને આવકારતાં ગુજરાત ગૌરવ યાત્રા પ્રજાએ ભાજપ સરકાર, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીમાં મુકેલા વિશ્વાસની યાત્રા છે એમ જણાવ્યુ હતું. ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીના સમયથી સુખ-સુવિધાઓની શરૂઆત થઈ છે, 27 વર્ષોથી કરેલા કામોના આધારે પ્રજાના આશીર્વાદથી ભાજપને પ્રજાની સેવા કરવાનો અવસર મળ્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, પહેલા PM મોદીને ગાળો ભાંડનાર અલ્પેશ ઠાકોર હવે ટીકીટની લાલચમાં આવીને ભાજપ અને PM મોદીના ભરપેટ વખાણ કરી રહ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતને અભણ રાખવાનું કામ કોંગ્રેસે કર્યું છે જ્યારે પ્રધાનમંત્રી એ આપણાં બાળકોને ભણાવવા માટેની પહેલ કરી જેના લીધે આપણાં બનાસકાંઠા જિલ્લાનો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. પ્રધાનમંત્રીએ સુરક્ષા- સાક્ષરતા અને વિકાસથી ગુજરાતની કાયાપલટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *