ગુજરાતના રાજકારણમાં એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે, જેમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એવું કહ્યું છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. ઉલ્લેખનીય છે કે, હાલમાં કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની આજે સુનાવણી થઇ હતી, પરંતુ કોર્ટમાં અલ્પેશ ઠાકોરે એફિડેવિટ રજૂ કરી તેમાં એવું કહ્યું હતું કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ નથી.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, તેવી વાત સામે આવી હતી. આ સિવાય અલ્પેશે કોંગ્રેસ વિરુદ્ધ પણ કેટલાય સ્ટેટમેન્ટ આપ્યા હતા અને જેને કારણે કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
એટલે અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિડ રજૂ કરી હતી. સૂત્રો મુજબ એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસે કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ કર્યો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામું ગણી શકાય નહીં અને તેના આધારે તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહીં.
એફિડેવિટમાં અલ્પેશ ઠાકોરે રાજીનામું ન આપવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, તેવી વાતો કેટલાય સમયથી ચાલી રહી છે.
અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામાનો લેટર 10 એપ્રિલના રોજ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.