અલ્પેશ ઠાકોરને લઈ ફરી એક વાર ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. અલ્પેશ ઠાકોરની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથેની થયેલી મુલાકાત પછી અલ્પેશ ઠાકોર ભાજપ સાથે જોડાઈ શકે તેવી ચર્ચાઓ વહેતી થઇ હતી. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો દુઃખી છે અને 15થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડી દેશે. તમે રાહ જુઓ, સમય આવ્યે ખબર પડશે. કોંગ્રેસમાં કોઈ જ શિસ્ત નથી, જેથી હું નિરાશ હતો. અલ્પેશ ઠાકોરના આ નિવેદનને લઇને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રસ પર આક્ષેપ કરતા હોય કે, ભાજપના વખાણ કરતા હોય એ તેમનો વ્યક્તિગત નિર્ણય હશે અને તેમની વિચારધારા હશે. 15થી 16 ધારાસભ્યની વાત આવે એટલે મેં પણ કાલે ટીવીમાં જોયું કે, હજુ 15થી 16 ધારાસભ્યો જોડાઈ શકે છે. તો ધી બેસ્ટ એ રહેશે કે, કયા ધારાસભ્યો જોડાવાના છે, તેમની યાદી અલ્પેશ ઠાકોર પાસે જ મળે. એ વાત મને ખબર નથી.
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય તરીકે મારે તેમને કંઈ કહેવાનું રહેતું નથી. કારણ કે, તેમણે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. અલ્પેશ ઠાકોર 2017ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે. જ્યારે મારો જન્મ જ કોંગ્રેસમાં થયો છે. 1975થી આજસુધી મારો પરિવાર કોંગ્રેસમાં જોડાયેલો છે. સમાજના આગેવાન હોય અને અમે બધાએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસની અંદર મોટા કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. એમને ખૂબ સપોર્ટ આપ્યો હતો. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયેલા તે સમયે 80% લોકોનો અભિપ્રાય લીધો હતો અને એ અભિપ્રાય એવો આપ્યો હતો કે, તમે કોંગ્રેસમાં જોડાશો તો જ તમને સાથે આપીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.