ગેરકાયદે બાંધકામ કરનારાઓથી ત્રાસી જઈને રહીશોએ મુક્યા ‘અહી એપાર્ટમેન્ટ બાંધવાની મનાઈ છે’ ના બેનર

સુરતમાં અગ્નિકાંડ બાદ મ્યુનિ. કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. ગેરકાયદેશર બાંધકામો ઉપર સુરતમાં કડક પગલાંઓ લેવાઈ રહ્યા છે. સુરત મ્યુનિ.ના અધિકારીઓની ભ્રષ્ટ માનસિકતા અને આચરણના કારણે સુરતના…

સુરતમાં અગ્નિકાંડ બાદ મ્યુનિ. કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. ગેરકાયદેશર બાંધકામો ઉપર સુરતમાં કડક પગલાંઓ લેવાઈ રહ્યા છે. સુરત મ્યુનિ.ના અધિકારીઓની ભ્રષ્ટ માનસિકતા અને આચરણના કારણે સુરતના કતારગામ વિસ્તારમાં અંદાજે 76થી વધુ ગેરકાયદે એપાર્ટમેન્ટ બની ગયાં છે. ગાળા ટાઈપ મકાનના પ્લોટ ભેગા કરીને બનેલા એપાર્ટમેન્ટ સોસાયટીના રહીશો માટે આફતરૂપ બની ગયાં છે. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ગેરકાયદે એપાર્ટમેન્ટનું બાંધકામ અટકાવી ન શકતાં હવે સોસાયટીના લોકોએ પોતાની સોસાયટીમાં એપાર્ટમેન્ટ બાંધવાની મનાઈ છે તેવા બોર્ડ મુકવા પડયાં છે.

ગેરકાયદે બાંધકામ માટે જાણીતા કતારગામ ઝોનમાં આવેલ ગાળા ટાઈપ મકાનની સોસાયટીમાં બે-ત્રણ ગાળાઓ ભેગા કરીને ગેરકાયદે એપાર્ટમેન્ટ બનાવવાના જોખમી કાર્યને કારણે કતારગામમાં આવા એપાર્ટમેન્ટનું જંગલ બની ગયું છે. પાલિકાના તત્ત્કાલિન ઝોનલ ઓફિસર રાજેશ જરીવાલાના સમયમાં બનેલા 76 એપાર્ટમેન્ટ બની ગયાં હતા. આ એપાર્ટમેન્ટ સામે તપાસ મુકાય અને રાજેશ જરીવાલાને જવાબદાર પણ ઠેરવવામા આવ્યા હતા પરંતુ કોઈ પ્રકારની સજા કરવામાં આવી ન હતી. સ્થાનિક રહેવાસીઓના વિરોધ છતાં પણ એપાર્ટમેન્ટના બનાવના કારણે કતારગામ લિંબાચીયા ફળિયામાં પંદર વર્ષના નિર્દોષ બાળકનું મૃત્યુ થયું હતું. ભાજપના તત્કાલિન કોર્પોરટર દ્વારા ગેરકાયદે બાંધકામમાં બાળકનું મોત થયાં બાદ પણ તંત્ર જાગ્યું ન હતું અને દુર્ઘટનાના થોડા દિવસ બાદ ફરીથી ગેરકાયદે બાંધકામ શરૃ થઈ ગયાં હતા.

વારંવાર ફરિયાદ કરવા છતાં ગાળા ટાઈપ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ દુર ન થતાં હોવાથી લોકોએ ગેરકાયદે એપાર્ટમેન્ટનો વિરોધ શરૂ કર્યો છે. કતારગામના કાંસાનગર તળાવ પાછળ આવેલા પંચ ફળિયા વિસ્તારમાં કોઈએ પણ ‘એપાર્ટમેન્ટ ન બનાવવા’ તેવી સુચના લખવામાં આવી છે. તો સિંગણપોર હરિદર્શનના ખાંચા વિસ્તારમાં પણ ‘સોસાયટીમાં એપાર્ટમેન્ટ ન બનાવવા’ તેવી સુચના લખવામાંઆવી છે. આ વિસ્તારના લોકો એપાર્ટમેન્ટ સામે વિરોધ કરતાં હોવાથી હવે કેટલાક અંશે કતારગામ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર થોડો અંકુશ આવ્યો છે. જોકે, તંત્ર દ્વારા આવા ગેરકાયદે બાંધકામ અટકાવવા મટો કોઈ ખાસ કામગીરી ન કરતાં લોકોમાં મ્યુનિ. તંત્ર સામેભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગાળા ટાઈપ મકાનની સોસાયટીમાં એપાર્ટમ્ન્ટ બનાવથી થતા ગેરફાયદા :-

સોસાયટીના ગાળા ભેગા કરીને ગેરકાયદે એપાર્ટમેન્ટ બનાવી દેવાથી બાકીના રહેવાસીઓની હાલત ખરાબ થઈ જાય છે. બે ગાળાના મકાનમાં ગેરકાયદે એપાર્ટમેન્ટમાં 15થી 20 ફ્લેટ બની જતા પાર્કિંગની સમસ્યા સર્જાય છે. સોસાયટીના બે મકાન ભેગા કરીને એપાર્ટમેન્ટ બનાવાવમાં આવે છે તેમાં મોટા ભાગના એપાર્ટમેન્ટમા નીચે દુકાન અથવા ફ્લેટ બની જાય છે અને એક બાઈક પાર્ક કરવાની પણ જગ્યા રેતી નથી. જેના કારણે એપાર્ટમેન્ટના લોકો રસ્તા પર કે સોસાયટીમાં વાહન પાર્ક કરતાં હોય છે. આ ઉપરાતં ફ્લેટ અને વસ્તીમાં વધારો થતાં પાણીની સમસ્યામાં પણ વધારો થાય છે. આવી સમસ્યાના કારણે સોસાયટીના રહીશો ગેરકાયદે એપાર્ટમેન્ટથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *