પ્રચાર વખતે મંત્રી બનીને ઓર્ડર કરીશ કહેનારને જનતા એ કહ્યું ‘ગેટ લોસ્ટ’

આજે ગુજરાત વિધાનસભાની છ બેઠકો પરની પેટાચૂંટણીઓમાં થયેલા મતદાનના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે ભાજપ કોંગ્રેસના જીતેલા ઉમેદવારો ની ચર્ચા ઓછી થઈ રહી છે. પરંતુ પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અને નાલેશિભર્યા પરાજયનો સ્વાદ ચાખનાર અલ્પેશની હાર ની ચર્ચાઓ વધુ થઈ રહી છે. ચર્ચાઓ થવી સ્વાભાવિક છે, કારણ કે ચૂંટણી પ્રચાર દરમિયાન અને ચૂંટણી જાહેર થયા પહેલાંથી જ મને ભાજપ મંત્રી બનાવશે અને મંત્રાલયમાં બેસાડશે તેવા સપના જોઈ રહેલા અલ્પેશ ઠાકોરે જનતાને લોભાવવા માટે રોજ નવા-નવા નિવેદનો આપ્યા હતા.

અલ્પેશ ઠાકોરે ચૂંટણી સભા માં પ્રચાર દરમિયાન હાજર લોકોને ભાષણમાં કહ્યું હતું કે હવે તો અલ્પેશ ઠાકોર મંત્રી બનીને ઓર્ડર કરશે અને તમારા કામ કરશે, પરંતુ આ વચ્ચેનો જનતા ને પસંદ ના આવ્યા હોય તેમ અલ્પેશ ને રાધનપુર માંથી બહારનો રસ્તો બતાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે.

ઠાકોર સેના ના ખભે બેસીને કોંગ્રેસમાં પ્રવેશેલા અલ્પેશ ઠાકોરે ભાજપમાં જતી વખતે ઠાકોર સેના ને યાદ પણ કરી નહોતી જેને કારણે નારાજ ઠાકોર સમાજે અલ્પેશ ઠાકોર તરફથી પોતાનું મોં ફેરવી લીધું હોય તેમ કોંગ્રેસી ઉમેદવાર રઘુ દેસાઈને બહુમત નો જનાદેશ આપ્યો છે અને ઓર્ડર ઓર્ડર બોલીને ઓર્ડર કરવાના સપના જોઈ રહેલા અલ્પેશ ઠાકોર ને ગેટ આઉટ કહી દીધું છે.

ભાજપમાં જતાં વેંત જ પોતાના બદલેલા અલ્પેશ ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીના બે મોઢે વખાણ કર્યા હતા. સ્થાનિક મુદ્દાઓને બદલે અલ્પેશ ઠાકોરે કલમ 370 અને પાકિસ્તાન ની પરિસ્થિતિઓ ની વાતો લાવીને સ્થાનિક લોકોને અહેસાસ થઈ ગયો હતો, કે અલ્પેશ ઠાકોર પોતાના સમાજના નામે કે પોતાના કામના નામે વોટ માંગી શકે તેમ નથી. જેથી નરેન્દ્ર મોદી ના ઝભ્ભા નો છેડો પકડીને ચૂંટણી જીતવા માંગે છે. પરંતુ રાધનપુરની હોશિયાર જનતાએ રંગબદલુ અલ્પેશને પોતાની સાચી સ્થિતિ ખબર પડી ગઈ હશે.

રાધનપુરની જનતાએ અલ્પેશને ઘણા વોટ આપ્યા છે, પરંતુ તેમનો અનાદર કરતા તેણે ઠાકોર સમાજના નામે જાતિવાદી રાજકારણ કરવાનું ચુક્યો નહીં. ભાજપ હંમેશા કરતું રહ્યું છે કે, પોતે જાતિવાદ માં માનતા નથી પરંતુ અલ્પેશ ઠાકોરે ફરી એકવાર ઠાકોર સમાજનું નામ આગળ ધરીને અન્ય સમાજ પોતાના સમાજને અન્યાય કરે છે તેવો સૂર આજે પોતાની હાર પછી આલોપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *