રાજકોટમાં બે પુત્રોએ તેના જ માતા-પિતા પર કેસ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય પ્રાંત અધિકારી કચેરીમાં માતાના નામની જમીન પિતાના નામે ટ્રાન્સફર કરવાના દસ્તાવેજમાં પુત્રોએ વાંધો ઉઠાવી કેસ કર્યો હતો.
કચેરીમાં પુત્રો અને પિતા વચ્ચે બોલાચાલી થતા માતાએ સમાધાન કરાવ્યું હતું. જમીન પુત્રોને જ આપશે તેવું માતાએ કહ્યું ત્યારે પુત્રોએ ગેરંટી માગી હતી. કર્મચારીઓ સમગ્ર વાત સાંભળતા હતા પણ આ શબ્દો સાંભળતાં જ પુત્રોને ઠપકો આપ્યો હતો. પ્રાંત અધિકારીએ પણ પુત્રોને સમજાવ્યા હતા ત્યારે બંને દીકરા રડવા લાગ્યા અને પિતાને માફી માગી હતી.
રાજકોટના પડધરી તાલુકાના રમેશભાઈ અને પત્ની નિર્મળાબેન પર તેમના જ પુત્રો જયેશ અને મહેશે કેસ કર્યો હતો. પુત્રોને જમીન મળશે તેવી ખાતરી થતા નિર્મળાબેન બંનેને લઈને પ્રાંત અધિકારી પાસે ગયા હતા અને હવે સમાધાન થઈ ગયું તેમ કહી અરજી પાછી ખેંચવા વિનંતી કરી હતી. પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ તમામ પક્ષકારોને બોલાવ્યા હતા અને સહી થતી હતી ત્યારે રમેશભાઈ બીમાર પડી ગયા હતા.
અધિકારીએ રમેશભાઈ રડવા લાગ્યા હતા અને કહ્યું કે, ‘સાહેબ કરોડો રૂપિયાની 14-14 વીઘા જમીન દીકરાઓના નામે કરી દીધી. બંનેને શો-રૂમ કરી દીધા 4 મકાન લઈ દીધા અને તે માટે તેમને પોતાનો પ્લોટ વેચી દીધો હતો. જ્યારથી તેને બધું દીકરાઓને આપી દીધું ત્યારથી તે તેના પિતાને બોલાવતા નથી, બે દીકરીઓ છે તે પણ તેમને બોલાવતી નથી. એક જ ઘરમાં 12 વર્ષથી ઉપર-નીચે રહીએ છીએ છતાં પાણી પણ પુછુયું નથી. મોટો દીકરો તેનાથી પણ સવાયો મારી પાસે મારી જ જમીનમાં ખેતી કરાવે છે અને ઉપજના પૈસા તે લઇ લે છે. માત્ર મારી પત્નીના નામે 10 વીઘા જમીન રાખી હતી તે મારા નામે કરી તો તેમાં પણ કેસ કર્યો.’
રમેશભાઈ આટલું કહી રડવા લાગ્યા જે જોઈ તેમના પત્ની અને પુત્રી પણ રડ્યા. સંપૂણ ઘટના સાંભળીને પ્રાંત અધિકારી પણ દુ:ખી થયા હતા અને પુત્રોને ખૂબ ઠપકો આપી રમેશભાઇને એક કાગળ લખે તો પુત્રોના નામે કરેલી તમામ જમીન પાછી અપાવી દઈ તમામ સહયોગ આપવાનું કહ્યું હતું.
ત્યારબાદ અધિકારીઓએ પુત્રોને કહ્યું કે, ‘આજે તમે જે તમારા પિતા સાથે કર્યું એવું તમારા સંતાનો પણ તમારી સાથે કરે તો?’ આ સાંભળી બંને પુત્રો રડવા લાગ્યા અને પિતાને માફી માગી હતી. અજ પછી તે હવે માતા પિતાને દુ:ખી નહિ કરે તેવું વચન આપી તમામ મિલકતો ફરીથી પિતાના નામે કરવા કહ્યું હતું. જોકે રમેશભાઈએ મિલકત પરત લેવાની ના પાડી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.