આ જગ્યાએ અમીર બનવાની લાલચમાં 11 વર્ષીય બાળકના કાન અને નાકના કર્યા ટુકડા અને

રાજસ્થાનના અલવર જિલ્લામાં અંધશ્રદ્ધાને કારણે 11 વર્ષીય નિર્દોષને બલિદાન આપવાનો મામલો સામે આવ્યો છે. રવિવારે બાળકનો મૃતદેહ ચોકાવનારી હાલતમાં ખેતરમાં પડ્યો હતો. બાળકના કાન, નાક…

રાજસ્થાનના અલવર જિલ્લામાં અંધશ્રદ્ધાને કારણે 11 વર્ષીય નિર્દોષને બલિદાન આપવાનો મામલો સામે આવ્યો છે. રવિવારે બાળકનો મૃતદેહ ચોકાવનારી હાલતમાં ખેતરમાં પડ્યો હતો. બાળકના કાન, નાક અને નખ કાપી નાખવામાં આવ્યા હતા. બાળકની આંખોમાં મસ્કરા હતો અને તેના આખા શરીરમાં કાપા મારવામાં આવ્યા હતા. બાળકના પિતાએ ગામના ધોંગી બાબા અને તેના જ પરિવારના કેટલાક લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ આરોપી ફરાર છે. પોલીસ તેને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

આ કેસ અલવર જિલ્લાના માલાખેડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા નવેલી ગામ સાથે સંબંધિત છે. જાણવા મળ્યું છે કે, 11 વર્ષના બાળકનું નામ નિર્મલ કુમાર છે જેની લાશ રવિવારે ગામની નજીક એક ખેતરમાં પડી હતી. જ્યાં ઘણા લોકોને તેની હત્યાના પુરાવા મળ્યા છે.

આટલું જ નહીં, જ્યાં મૃતદેહ મળી આવ્યો છે, ત્યાં સરસવનાં ઝાડ તૂટેલા મળ્યા ઉપરાંત નાક અને કાન પણ કપાયેલા મળી આવ્યા છે. શુક્રવારે સાંજે મૃતક બાળકના પિતાએ અકબરપુર સ્ટેશનમાં બાળક ગુમ થયાની જાણ કરી હતી. પિતાનો આરોપ છે કે, ફરિયાદ હોવા છતાં પોલીસે તેના બાળકને શોધવાનો પ્રયાસ કર્યો ન હતો.

બનાવની જાણ થતાં માલાખેડા પોલીસ મથક અને અન્ય અધિકારીઓ આવી પહોંચ્યા હતા. આ પછી ગામલોકોના ટોળા પણ એકઠા થયા હતા. ત્યારબાદ એસપી તેજસ્વીની ગૌતમ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલાની તપાસ માટે એફએસએલ ટીમ અને ડોગ સ્કવોડને બોલાવ્યા હતા. મૃતક બાળકની ડેડબોડી લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.

મૃતકના પિતા રઘુવીરસિંહે આરોપ લગાવ્યો છે કે, પરિવારના કેટલાક લોકોએ પૈસા મેળવવા અને ધનિક બનવાના લાલચે મારા બાળકનું અપહરણ કર્યું હતું. જેમાં નંદા, બદરી, સોમેટો, બાલસહાય, જીતુ અને કલ્લુ સહિતના લોકો શામેલ છે. શુક્રવારે સવારે 11 વાગ્યે તેઓએ મારા બાળકનું અપહરણ કર્યું હતું. તે પછી, તેને મેદાનમાં લઇને બલિ ચઢાવી હતી. આ માટે, તેઓએ પંડિતને બોલાવ્યા અને તેમના દીકરાનું બલિદાન આપ્યું.

એસપી તેજસ્વીની ગૌતમનું કહેવું છે કે, નવલી ગામના વાડીમાં એક બાળકની ડેડબોડી મળી આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે. મૃતકના પિતાએ શંકાસ્પદ લોકો સામે રિપોર્ટ નોંધાવ્યો છે. આ મામલો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *