મોરબી નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ 

ગુજરાતમાંથી દરરોજની ઓછામાં ઓછી 3 કે 4 માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. દિન-પ્રતિદિન થઈ રહેલ માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થવાં છતાં સરકાર કોઈ…

ગુજરાતમાંથી દરરોજની ઓછામાં ઓછી 3 કે 4 માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. દિન-પ્રતિદિન થઈ રહેલ માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થવાં છતાં સરકાર કોઈ પગલા લઈ રહી નથી. જેનેઓ શિકાર માસુમ નાગરીકો બની રહ્યાં છે. હાલમાં આવા જ એક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યાં છે.

સામખિયારી-રાધનપુર હાઇવે પર આજે વહેલી સવારમાં ટ્રક તથા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર એક જ પરિવારના કુલ 3 સભ્યનાં મોત થયા છે. મળી રહેલ જાણકારી મુજબ, રાજ્યમાં આવેલ મોરબી તાલુકાનાં કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ કિરણ મહેશ્વરીના મોટા ભાઈ સહિત કુલ 3 લોકોના મોત થવાંથી સમગ્ર સમાજમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

ઊભી રહેલી ટ્રક સાથે અથડાઈ કાર :
વહેલી સવારમાં ગાગોદર-ધાણીથર હાઇવે પર ઊભી રહેલ ટ્રક-કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોરબીમાં રહેતા એક જ પરિવારના કુલ 3 લોકોના મોત થયા છે. સ્વિફટ કારમાં સવાર મોરબી કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટા ભાઈ લજપતભાઈ મોતીરામ મહેશ્વરી તેમજ જયંતીભાઈ મોતીરામ મહેશ્વરી તેમજ એમનાં પત્ની રેખાબેન જયંતીભાઈ મહેશ્વરીનું દુર્ઘટનામાં મોત થતાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

અકસ્માતમાં થયા બે ભાઈનાં મોત :
59 વર્ષીય જયંતીલાલ મોતીરામ મહેશ્વરી કેલા, વર્ષીય લજપતરાય મોતીરામ મહેશ્વરી કેલા તથા રેખાબેન મહેશ્વરી કેલાને ગંભીર સ્તિથીમાં લાકડિયા લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં એકસાથે 3 લોકોના ટૂંકી સારવાર પછી મોત થયા હતાં.

આ દુર્ઘટનામાં 2 ભાઈ તેમજ ભાભીનાં મોત નિપજતાં મહેશ્વરી સમાજમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. આડેસર પોલીસ મથકના સબ-ઇન્સ્પેકટર વાય. કે. ગોહિલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારમાં સર્જાયેલ દુર્ઘટનામાં મહેશ્વરી પરિવારની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો તેમજ કારમાં સવાર મોરબીના મહેશ્વરી પરિવારના 3 લોકોના કરુણ મોત થતાં સમગ્ર સમાજમાં દુઃખનું વાતાવરણ ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *