Surat માં વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ AM/NS દ્વારા સંયુક્ત સાહસથી યોજાયો બ્રાન્ડ લોંચ કાર્યક્રમ

હજીરા-સુરત(Hazira-Surat): વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ(ArcelorMittal) અને નિપ્પોન સ્ટીલ(Nippon Steel) ઈન્ડિયાના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા સુરતમાં તા.6 થી9 જાન્યુઆરીનો રોજ યોજાઈ રહેલ પ્રદર્શન ‘સ્થાપત્ય’ માં તેની સ્ટીલ સ્લેગ બ્રાન્ડ ‘આકાર’ રજૂ કરી હતી.

બ્રાન્ડ લોન્ચનો કાર્યક્રમ કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, સુરતના મેયર હેમાલી બોઘાવાલા, એસ.એમ.સી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ અને અગ્રણી સિવિલ એન્જિનિયરો, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો.

સ્ટીલ સ્લેગએ સ્ટીલના ઉત્પાદનના પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થતી પેટાપેદાશ છે. AM/NS India આ સ્લેગનો રસ્તાઓ અને નેશનલ હાઈવેના બાંધકામમાં ઉપયોગ કરવાની આ ટેકનોલોજીમાં અગ્રણી છે. AM/NS Indiaએ પણ રોડ બાંધકામમાં સ્ટીલ સ્લેગનો ઉપયોગ દર્શાવ્યો છે અને તે જ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને અન્ય રોડ પ્રોજેક્ટ્સ માટે સપ્લાય કરે છે.

AM/NS Indiaના હેડ કેપેક્સ પ્રોક્યોરમેન્ટ એન્ડ સેકન્ડરી સેલ્સના અરુણી મિશ્રા જણાવે છે કે ‘સ્ટીલ સ્લેગ એ રસ્તાઓ અને મકાનના બાંધકામમાં નેચરલ એગ્રીગેટસનો એક પર્યાવરણલક્ષી અને કરકસરયુક્ત વિકલ્પ છે. અમે પણ માર્ગ બાંધકામમાં સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરવાનુ ઉદાહરણ પુરૂ પાડયુ છે અને નેશનલ હાઈવે તથા અન્ય રોડ પ્રોજેકટસના નિર્માણ માટે સ્ટીલ સ્લેગ પૂરો પાડી રહયા છીએ. અમારો સ્ટીલ સ્લેગ બ્રાન્ડ આકાર રજૂ કરવાનો ઉદ્દેશ સ્ટીલ સ્લેગ માર્કેંટને વધુ ઓર્ગેનાઈઝડ કરવાનો અને તેના ઉપયોગો તથા વિવિધ ફાયદા અંગે વ્યાપક જાણકારી પૂરી પાડવાનો છે.’

સ્ટીલ સ્લેગ તેના આકાર, હાઈ એબ્રેઝન રેસીસ્ટન્સ અને સ્કીડ રેસીસ્ટન્સ જેવા ઉત્તમ ગુણધર્મોને કારણે એક વિશિષ્ઠ એગ્રીગેટ મટીરીયલ છે. ત્યારે આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના પ્રોજેક્ટ ડિરેક્ટર તુષાર વ્યાસે જણાવ્યું હતું કે, ‘રસ્તા અને ધોરીમાર્ગોના બાંધકામમાં સ્ટીલ સ્લેગમાંથી બનેલા કુદરતી એકત્રીકરણની અવેજીમાં રોડ બાંધકામના સેગમેન્ટમાં ક્રાંતિ લાવી શકે છે. તે પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પણ છે, જ્યારે સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને બનાવેલા રસ્તાઓ પર સવારીની ગુણવત્તા કુદરતી એકત્રીકરણ સાથે બાંધવામાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સમકક્ષ છે. અમે હાઇવે બાંધકામમાં સ્ટીલ સ્લેગનો ઉપયોગ વધારવાની રીતો શોધી રહ્યા છીએ.’

માર્ગ બાંધકામ ઉપરાંત સ્ટીલ સ્લેગનો પ્રીકાસ્ટ, પેવર બ્લોકસ, ઈંટો બનાવવમાં તેમજ રેડીમિક્સ કોંક્રીટ, ટેટ્રાપોડ, લેંડ ફીલીંગ તથા લેન્ડ રેકલેમેશનમાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત સ્લેગ મોટા જથ્થામાં તુરંત જ ઉપલબ્ધ થઈ શકે છે. હજીરા ખાતેનો AM/NS Indiaનો વાર્ષિક 9 મિલિયન ટન ક્ષમતાનો સ્ટીલ પ્લાન્ટ જ વાર્ષિક 5.5 મિલિયન ટન જેટલા પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગનુ ઉત્પાદન કરે છે. સ્ટીલ સ્લેગ 0.5 એમએમથી 250 એમએમ કદની રેન્જમાં ઉપલબ્ધ છે.

M/NS Indiaએ મે 2021માં તેના હજીરા ખાતેના સ્ટીલ પ્લાન્ટ નજીક સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને દેશનો પ્રથમ રોડ બનાવ્યો હતો. કંપનીએ 1.2 કી.મી. લાંબા રોડના નિર્માણમાં એક લાખ ટન 100 ટકા પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગનો ઉપયોગ કર્યો હતો. કંપની વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના 37 કીમી.માર્ગના નિર્માણ ઉપરાંત સુરતમાં વિવિધ સ્ટેટ હાઈવે અને માર્ગોના નિર્માણ માટે સ્ટીલ સ્લેગ પૂરો પાડી રહી છે.

AM/NS Indiaના સ્ટીલ સ્લેગનો ઉપયોગ સુરત એરપોર્ટ અને મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરીડોર (બુલેટ ટ્રેઈન) પ્રોજેકટના નિર્માણમાં થઈ રહયો છે. હાઇવેથી સુરતમાં આગામી ડાયમંડ બોર્સ સુધીના દરેક 1 કિમીના ચાર પેચ પણ સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *