અમરનાથ યાત્રા બંધ કરવામાં આવી, જાણો કારણ

જમ્મુ કાશ્મીરમાં સરકારે આંતકવાદી હુમલાની આશંકાને લઈ ને યાત્રીઓને જમ્મુ-કાશ્મીર છોડવા એડવાઇઝરી જાહેર કરી છે. સરકારી ધીમે-ધીમે કાશ્મીરમાં સેના ની સંખ્યા વધારે છે. આ સાથેજ અમરનાથ યાત્રાને બંધ કરવા અંગેની પણ સરકારે નિર્ણય કર્યો છે. હાલમાં અમરનાથ યાત્રાળુઓને પાછળ માં આવ્યા છે. અને સરકાર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

પહેલા 10,000 વધારાના સૈનિકોને તહેનાત કર્યા બાદ વધુ 26 હજાર સૈનિકોની કશ્મીરમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે રાજ્યમાં સરકાર કંઈક મહત્વ અને કરવા જઈ રહી છે. સરકારે સહેલાણીઓને કાશ્મીરમાંથી બહાર નીકળવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સૈનિકોને આદેશ આપ્યો છે કે, કાશ્મીરમાં આંતકી હુમલો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી ફાયરનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ વચ્ચે સેનાએ કહ્યું કે,LoC પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. સેના તરફથી જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની સતત કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. અમરનાથની યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલવાની હતી પરંતુ વચ્ચે જ બંધ કરવામાં આવી છે.

સૈનિકો દ્વારા અમરનાથ ના રસ્તાઓ પર સનાયપર રાયફલ મળી આવી છે. જેના કારણે સૈનિકો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સૈનિકોને જમ્મુ કાશ્મીર ઉપર આંતકી હુમલો થવાની આશંકાઓ જોવા મળી રહી છે. આવી આશંકાના કારણે અમરનાથની યાત્રા બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *