આ વર્ષે અમરનાથ યાત્રા નહીં થાય. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જીસી મુર્મુએ અમરનાથ યાત્રાને લઈને આજે એક બેઠક બોલાવી છે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી) ના પ્રમુખ સભ્યો અને અન્ય વહીવટી અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
લાંબી ચર્ચા બાદ અમરનાથ યાત્રાને રદ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી) ના અધ્યક્ષ પણ છે.
અમરનાથ યાત્રાને રદ કરવાનું મુખ્ય કારણ કોરોના વાયરસના સતત વધતા જતા કેસો છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 14650 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમાંથી 254 લોકોનાં મોત નીપજ્યાં છે. 8274 દર્દીઓ સાજા થયા છે અને 6122 દર્દીઓ સારવાર હેઠળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news