મેક્સિકોમાં પોતાની ગર્લફ્રેન્ડને મારી રહેલ એક વ્યક્તિ અમેઝોન એલેક્સા ડિવાઇઝના કારણે જેલમાં છે. પોલીસે જણાવ્યું કે પીડિત મહિલા અને તેના બૉયફ્રેન્ડ વચ્ચે કોઇ બાબતે વિવાદ થઈ ગયો હતો. એ વ્યક્તિ મહિલાના મોબાઇલમાં આવેલ કોઇ છોકરાના મેસેજ અંગે સવાલ-જવાબ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે મહિલા પર દગાનો આરોપ મૂક્યો અને તેની સાથે મારપીટ પણ કરી.
આ મારપીટમાં મહિલાને ખૂબજ વાગ્યું. આ દરમિયાન આરોપી બહુ જોર-જોરથી બૂમો પાડી રહ્યો હતો અને ગાળો આપી રહ્યો હતો. સાથે-સાથે વારંવાર કોઇ બીજી વ્યક્તિ સાથે સંબંધનો આરોપ મૂકી રહ્યો હતો. પીડિતાની હાલત ખૂબજ ખરાબ હતી. આરોપીએ મહિલાને ધમકી પણ આપી કે, આ બાબતે તે પોલીસને ફરિયાદ નહીં કરે. તેણે મહિલાને પૂછ્યું પણ ખરું કે, શું તેણે કોઇ ઓફિસરને ફોન કર્યો?
પોલીસે જણાવ્યું કે, ઘરમાં રહેલ અલેક્સ ડિવાઇસ ઓફિસરવાળું વાક્ય ઓળખી ગયું. ત્યારબાદ અલેક્સ વર્ચુઅલે આસિસ્ટન્ટને 911 (પોલીસ) પર ફોન કરી દીધો. મેસેજ મળતાં જ પોલીસ પીડિતાના ઘરે પહોંચી. તે સમયે આરોપી પણ મહિલા સાથે ઘરે જ હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી અને જેલમાં પૂરી દીધો. સાથે જ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરી. પીડિતાની હાલતમાં ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.