ગુજરાત માથે મોટી આફત: આવી રહ્યા છે બે-બે વાવાઝોડા, આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડશે વરસાદ

Ambalal Patel Forecast cyclonic storm, Gujarat: ગુજરાત (Gujarat) ના કેટલાક ભાગોમાં ચોમાસું (moonsoon) નજીક આવી રહ્યું છે,અને ખેડૂતો પણ વાવણી માટે યોગ્ય વરસાદની રાહ જોઈ રહ્યા છે. એક બાજુ હવામાન વિભાગ અને બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel Forecast) આગાહીઓ કરી રહ્યા છે અને મોટાભાગની આગાહીઓ પણ સાચી પડી રહી છે.

ત્યારે ગુજરાતના વાતાવરણમાં બદલાવના સંકેતો આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રોહિણી નક્ષત્રમાં 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે અને આ સમયગાળા દરમિયાન વીજળી અને વાવાઝોડાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની આગાહી કરી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે શુક્રવારથી 5 દિવસ સુધી વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાતમાં વધુ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દમણ, નવસારી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 6 થી 9 જૂન સુધી 4 દિવસ ચક્રવાત અને વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *