ગુજરાત(Gujarat): હાલ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. તે વચ્ચે અંબાલાલ પટેલે(Ambalal Patel) અનુમાન લગાવી આગાહી(Prediction) કરી છે. વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. હવામાન વિભાગનું અનુમાન છે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે 2 થી 3 દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.
આગામી દિવસોમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. હાલમાં ઠંડી પડી રહી છે ત્યારે 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાળાના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને હવામાનમાં પલટો આવવાના કારણે રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા રહેશે. જેમાં ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી સુધી પણ પહોંચી જશે.
રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટ્યું છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયાનું નોંધાયું છે. નલિયાનું લઘુતમ તાપમાન 8.2 ડીગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. 15, 16, 17 ડિસેમ્બરની વાત કરી કે આ તારીખમાં ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ અને અરબ સાગરના ભેજના લીધે રાજ્યના અમુક ભાગમાં માવઠું પણ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, આગામી દિવસોમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. હાલમાં ઠંડી પડી રહી છે ત્યારે 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં ઠંડી આવવાની શકતા રહે છે.
જેમાં ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી પહોંચવાની શકતા છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ 16 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે એટલે કે ઠંડી વધી શકે છે. 15 થી 17 ડિસેમ્બરના ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય માવઠું થવાની શકતા છે.
ઠંડા અને ગરમ પ્રવાહના કારણે બંગાળના ઉપસાગરમાં વારંવાર હવાના હળવા દબાણ સર્જાશે. હાલમાં જ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.