વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: રાજ્યમાં આગામી આ તારીખની મેઘો મન મુકીને વરસશે

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે. બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા…

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે. બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. જયારે 8 અને 9 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થઇ શકે છે.

અમદાવાદ, ગાંધીનગર સહિત વડોદરામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ સહિત ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જામનગર સહિત અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે. ત્યારે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી સહિત હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા, નડિયાદ, ગાંધીનગર સહીત હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સારા વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ રાજ્ય ભરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ શહેરો અને જીલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જોવા જઈએ તો રાજ્યમાં મોટા ભાગના શહેર એટલે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર સહિત અનેક શહેરોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.

સુરત શહેરમાં પણ મોડી રાતથી જ મેઘરાજા મહેરબાન બન્યા હતા. જેના લીધે ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર ચારનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા આજુબાજુની ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને ભારે સમસ્યાઓ ભોગવવી પડી હતી. એટલું જ નહીં પરંતુ રોડ નંબર ચારથી ઉધના ત્રણ રસ્તા સુધી જવાના માર્ગ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. વાહન વ્યવહારની સાથે સ્થાનિક વિસ્તારના ઝૂંપડપટ્ટી વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો હતો.

જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતરવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *