સાવધાની જુરુરી: માત્ર તાવ અને શરદી નહિ પરંતુ કોરોનાના આ નવા લક્ષણો વિશે પણ જાણી લેજો, નહિતર…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હવે ધીમે ધીમે કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ ફરી એક વખત કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જે આપણા સૌ માટે ચિંતાજનક કહી શકાય.

ત્યારે હવે કોરોના મહામારી (કોવિડ 19) ની વચ્ચે હવે વાયરલ સંક્રમણના ધરખમ કેસો સામે આવી રહ્યા છે. જયારે અગાઉ તાવ અને ગળામાં દુખાવો જેવા લક્ષણોનો અર્થ શરદી, ફ્લૂ અથવા એલર્જી હતું. પરંતુ હવે તાજેતરના કેસો દર્શાવે છે કે, કોવિડ વેક્સિન લીધેલા લોકોમાં કોરોના વાયરસના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.

કોરોના વાયરસના લક્ષણો:-
કોરોના વાયરસના સામાન્ય લક્ષણોમાં તાવ, સુખી ખાંસી, થાકનો સમાવેશ થાય છે. જયારે કોરોના વાયરસના અન્ય લક્ષણોમાં દુખાવો, ગાળામાં ખરાશ, ડાએરિયા, આંખમાં તકલીફ, માથાનો દુખાવો, સ્વાદ ન આવવો જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના ગંભીર લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ થવ, છાતીનો દુખાવો, બોલવામાં મુશ્કેલી જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

કોરોનાના નવા લક્ષણ:
કોરોના વાયરસના નવા લક્ષણોમાં ઓછું સંભળાવું, ઊલટી થવી, સ્કીન પર ફોલ્લીઓ થવી, આંગળીઓનો કલર બદલાવવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 38,948 નવા કેસ નોંધાયા છે અને દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,30,27,621 થઈ ગઈ છે. સંક્રમણના કારણે 219 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,40,752 પહોંચી ગયો છે. છેલ્લા 167 દિવસમાં સંક્રમણના કારણે મૃત્યુના આ સૌથી ઓછા કેસ છે અને 48 દિવસ બાદ, કોવિડ -19 નો મૃત્યુ દર પણ ઘટીને 1.33 ટકા થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *