Ambalal Patel Forecast: ગુજરાતમાં બધાના જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આજે વધુ એક આગાહી કરી છે.અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.આ સાથે જ તેમણે ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું છે. અંબાલાલ પટેલે(Ambalal Patel Forecast) આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો વરસી શકે છે.
જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા વરસશે. બંગાળના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટમાં વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. આ જ કારણે વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં આવનારી તારીખ 9 થી 13 ઓગસ્ટ વચ્ચે અમુક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલના આંકલન મુજબ, 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અમુક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક બની શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ખેડૂતો માટે આશ્લેષણ નક્ષત્ર કૃષિ પાક માટે સારું ગણાતું નથી,આકશ્લેષણ નક્ષત્રમાં મોટા ફોરોના વરસાદ ચાલુ રહેશે અને નક્ષત્ર પ્રમાણે ઉભો પાક હોય કે આડો પાક તેને નુકસાન ભારે પ્રમાણમાં જોવા મળશે.ત્યાર પછી બંગાળના અરબ સાગરમાં તારીખ 21 એ મજબૂત સિસ્ટમ બની જશે.વધુમાં જણાવ્યું છે કે તારીખ 17 પછી વરસાદી પાણી સારું રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ચોમાસુ 30 સપ્ટેમ્બર સુધી રહેશે, જેના કારણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. નવી વરસાદી સિસ્ટમ બનશે તો ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ,ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ દરિયાઈ કાંઠે 40 થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube