ચોરને પકડવા ગયેલ પોલીસકર્મી ટ્રેન નીચે આવી જતા કરુણ મોત- પોલીસ બેડામાં ફરી વળી શોકની લાગણી

Published on Trishul News at 11:03 AM, Tue, 8 August 2023

Last modified on August 8th, 2023 at 4:17 PM

Death of railway policeman Mansukhbhai Jinjaria: રાજકોટ રેલ્વે સ્ટેશન પર અમદાવાદ-સોમનાથ ટ્રેન નીચે આવી જતા રેલવે પોલીસકર્મી મનસુખભાઈ જીંજરીયા કે જેમની ઉમર 42 વર્ષની હતી(Death of Mansukhbhai Jinjaria ) અને તેમનું હાલ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.આ ઘટનાને લઈ પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.રેલવે પોલીસ જણાવ્યું છે કે,મનસુખભાઈ આ પહેલા પોપટપરા માઉન્ટેડ પોલીસ લાઈનમાં રહેતા હતા. થોડા સમય પહેલા જ આજી ડેમ પાસેના માંડાડુંગર પાસે નવું મકાન લીધુ હતું અને તેઓ ત્યાં રહેવા આવ્યા હતા.

આરોપી અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં આવી રહ્યાની બાતમી
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મનસુખભાઇ વિરજીભાઇ જીંજરિયા ઉમર 42 વર્ષ શનિવારે રાત્રે બે વાગ્યે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રેલવે પોલીસ સ્ટેશને સાથી કર્મચારી ASI પરેશભાઇ ડોડિયા હાજર હોય તેમણે મનસુખભાઈને પૂછ્યું કે, અત્યારે કેમ આવ્યા ? તમારી તો સવારની ડ્યુટી છે ?

જેથી મનસુખભાઇએ કહ્યું હતું કે, મોબાઇલ ચોરીની તપાસ તેમની પાસે આવી છે. જેનો આરોપી અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં આવી રહ્યાની માહિતી મળી છે. મોબાઈલ ચોરની બાતમી મળતા તપાસમાં ગયેલા પોલીસમેનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અકસ્માતનો છે કે પછી કોઈએ ધક્કો માર્યો? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ટ્રેન સ્ટેશન પર આવી ગઇ છે. આરોપીને પકડવા જાવ છું, જરૂર પડશે તો તમને મદદ માટે બોલાવીશ. તેમ કહીં તે જતા રહ્યા હતા. 10 મિનિટ પછી ASI ડોડીયા પોલીસ સ્ટેશનમાં જ બેઠા હતા ત્યાં સ્ટેશન માસ્ટરનો મેમો આવ્યો અને કોઈ ટ્રેન હેઠળ કપાઈ ગયું હોય તેવી જાણ કરવામાં આવી હતી. પરેશભાઈ ડોડીયા ત્યાં પહોંચીને જોતા મનસુખભાઇનો મૃતદેહ બે કટકા થયેલી હાલતમાં પડ્યો હતો.

તેઓ ચોરીના બે કેસની તપાસ કરી રહ્યા હતા
મનસુખભાઈ રાત્રીના સમયે ફરજ પર હતા. તે હાલમાં ચોરીના બે કેસની તપાસ કરી રહ્યો હતો. આ તપાસ માટે રેલવે પોલીસ પ્લેટફોર્મ પર ગઈ હતી. જતા પહેલા, હું મારા સાથી કર્મચારીઓની તપાસ કરવા જઈ રહ્યો છું, મેં તેમને કહ્યું કે જો જરૂરી હોય તો મને ફોન કરો. અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં ચડતી વખતે કે ઉતરતી વખતે મૃતદેહ ટ્રેનની નીચે આવી ગયો અને તેના બે ટુકડા થઈ ગયા. સ્ટેશન માસ્તરને અકસ્માતની જાણ કર્યા બાદ રેલવે પોલીસ આવી ત્યારે તે તેના મિત્રની લાશ જોઈને ચોંકી ગઈ હતી.

મનસુખભાઇની ફરજનિષ્ઠ કર્મચારી તરીકેની છાપ
મનસુખભાઇની ફરજનિષ્ઠ કર્મચારી તરીકેની તેમની છાપ હતી. તેમના નિધનથી પોલીસ બેડામાં શોક છવાયો ગયો છે. મૃતક મૂળ વિંછીયાના ગુંદાળા ગામના વતની હતા. ત્યાં તેમના માતા-પિતા, ભાઈઓ સહિતનો પરિવાર ખેતી કરે છે. મૃતક મનસુખભાઈએ એક વર્ષ પહેલા જ આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર વિસ્તારમાં તિરૂમાલા પાર્કમાં નવું મકાન લીધું હતું. અહીં તેઓ પત્ની અને બે પુત્રી તેમજ 10 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. આશરે 15 વર્ષથી તેઓ પોલીસ વિભાગમાં સેવા આપી રહ્યા હતા.

Be the first to comment on "ચોરને પકડવા ગયેલ પોલીસકર્મી ટ્રેન નીચે આવી જતા કરુણ મોત- પોલીસ બેડામાં ફરી વળી શોકની લાગણી"

Leave a comment

Your email address will not be published.


*