હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal patel Weather Forecast) ની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવા જઈ રહ્યું છે. ઓગસ્ટ મહિનો કોરો નક્કોર રહ્યા બાદ ગુજરાતમાં ફરી એક વખત ચોમાસાનો વધુ એક રાઉન્ડ આવવા જઈ રહ્યો છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ માટે 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ શુક્રવારે રાજ્યના 82 તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઇ ગયું છે. રાજ્યના 20 જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ છે. વરસાદના આ નવા રાઉન્ડથી આ ઘટમાં મહદ્દઅંશે ઘટાડો થાય તેવું હવામાન નિષ્ણાતોનું માનવું છે. આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે જ્યારે રવિવારે છોટા ઉદેપુર- નર્મદા, સુરત-તાપી-ડાંગ- નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
સોમવારે નર્મદા, તાપી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર , ભરૂચ, સુરત, ડાંગ , નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ , મહીસાગર, વડોદરા, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 સપ્ટેમ્બર ના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
17 સપ્ટેમ્બર ના રોજ છોટા ઉદેપુર-નર્મદા-સુરત-તાપી-ડાંગ-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે તેમજ પંચમહાલ-દાહોદ-વડોદરા-ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,
18 સપ્ટેમ્બરના રોજ નર્મદા-તાપી-પંચમહાલ-દાહોદ-છોટા ઉદેપુર-ભરૂચ-સુરત-ડાંગ- નવસારી-વલસાડ-દમણમાં ભારેથી અતિભારે તેમજ બનાસકાંઠા-મહેસાણા-સાબરકાંઠા-ગાંધીનગર-અરવલ્લી-ખેડા-અમદાવાદ-આણંદ-મહીસાગર-વડોદરા-અમરેલી-ભાવનગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
19 સપ્ટેમ્બર ના રોજ સુરેન્દ્રનગર-મોરબી-બોટાદમાં ભારેથી અતિભારે તેમજ પાટણ-મહેસાણા-ગાંધીનગર-ખેડા-અમદાવાદ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
20 સપ્ટેમ્બર: કચ્છ-દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube