ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. ઝ્ને તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે વરસાદ થશે અને કયાંથી ચોમાસાની શરૂઆત થશે તેની આગાહી કરી છે.
ગુજરાતમાં વરસાદ અંગે હવામાનના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરી છે. ચોમાસાની શરૂઆત દરિયાકિનારાના વિસ્તારથી થશે. વંટોળ અને વાવાઝોડું વરસાદ લાવશે. હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, મેના અંતથી વંટોળીયા ફુંકાશે અને 5 જુનથી દરિયાઈ વાવાઝોડું સક્રિય થશે જે 13 થી 15મી જુન સુધીમાં દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ થશે. હવે જોવાનું એ રહ્યું કે આ અંબાલાલ પટેલની આગાહી સાચી પડશે કે નહીં?
વરસાદ પહેલા આવશે વંટોળ અને વાવાઝોડું
હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાત કચ્છમાં 27 થી 31 મે વચ્ચે વંટોળ અને વાવાઝોડું વરસાદ લાવશે.
અંબાલાલ પટેલે વરસાદ આ આગાહી કરી
મળતી માહિતી અનુસાર, 1 જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. 7 જૂનના દરિયો તોફાની બને તેવી શક્યતા છે. તો 13 થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવશે. અને 8થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં પવન ફૂંકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news