અંબાલાલ પટેલે કરી ભયાનક વરસાદની આગાહી- 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, નદીઓમાં આવશે ઘોડાપૂર

Ambalal Patel Forecast In Gujarat: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ઠેર-ઠેર મેઘતાંડવ સર્જી નાખ્યો છે.એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી.સામાન્ય જનજીવન અસ્તવસ્ત થઈ ગયું હતું અને હજુ પણ કેટલાક સ્થળોએ લોકોની રોજબરોજની જિંદગી પાટા પર ચઢી નથી. ત્યાં હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે(Ambalal Patel Forecast In Gujarat) વરસાદને લઈને આગાહી કરી છે.તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ પડશે.

27 જુલાઈથી 5 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશેઃ અંબાલાલ
વરસાદ અંગે આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 27 જુલાઈએ એટલે કે આજે ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થશે. આજે દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. તારીખ 27 અને 28 તારીખે પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

હજુ પણ ગુજરાતમાં સારો વરસાદ આવશેઃ અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ આવશે.તારીખ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના યથાવત છે. ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા છે.

ઓગસ્ટના પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવવલીમાં વરસાદ થશે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા અને તાપીના જળસ્તરમાં પણ વધારો થશે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં 100કિમી/ કલાકની ઝડપે પવન ફૂકાશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં સિઝનનો 71.67 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો આજદિન સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 132.37 ટકા, સૌરાષ્ટ્રમાં 105.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 61.02 ટકા, દક્ષિણ ગુજરાતમાં 58.60 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 55.30 ટકા વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની સરેરાશ 72.67 ટકા જેટલી થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *