હોળીની જ્વાળાની દિશા જોઈને અંબાલાલ પટેલે કરી સૌથી મોટી આગાહી- ભારે પવન સાથે આવશે અનેક વાવાઝોડા

ગુજરાત(Gujarat): સનાતન ધર્મમાં હોળી(Holi 2023)ના તહેવારનું અનોખું અને વિશેષ જ ધાર્મિક મહત્ત્વ છે. જો વાત કરવામાં આવે તો હોળી પ્રગટાવી તેની જ્વાળાની દિશાના આધારે વડવાઓ…

ગુજરાત(Gujarat): સનાતન ધર્મમાં હોળી(Holi 2023)ના તહેવારનું અનોખું અને વિશેષ જ ધાર્મિક મહત્ત્વ છે. જો વાત કરવામાં આવે તો હોળી પ્રગટાવી તેની જ્વાળાની દિશાના આધારે વડવાઓ આવનારું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરતાં આવ્યા છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત(Meteorologist) અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા હોળીની જ્વાળાની દિશા જોઈએ આગાહી(forecast) કરવામાં આવી છે કે, આ વર્ષે વાવાઝોડાની સાથે ચોમાસાની શરૂઆત થશે. વાવાઝોડાની સાથે ચોમાસામાં વરસાદ આવવાને લીધે વરસાદની વચ્ચે બ્રેક લાગશે.

મહત્વનું છે કે, હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું વિશેષ મહત્વ છે. હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી આગામી વર્ષ કેવું રહેશે તે પ્રકારનો અંદાજ લગાવવામાં આવે છે. ગુજરાતભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જો કે વાતાવરણમાં પલટો આવવાને કારણે ભારે પવન સાથે કમોસમી માવઠું ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. ત્યારે રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

હોળીની જ્વાળા પૂર્વ દિશા બાજુ વધે તો સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. પૂર્વ દિશામાં જ્યોતનો ઉદય સંસ્કાર અને ધર્મનો ઉદય સૂચવે છે. ત્યારે હોળીની જ્વાળા જોઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે ચોમાસું સારૂ રહેશે.

આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થઇ શકે છે. વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવતા કહ્યું છે કે, આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડાઓ ત્રાટકી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવી શકે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા પણ જોવા મળશે. આ વર્ષે હોળીનો પવન વાયવ્ય બાજુનો હોવાને કારણે વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાના પ્રમાણમાં વધારો થશે. વધુમાં કહ્યું છે કે, બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. એકંદરે વર્ષ સારૂ રહેશે. હોળીના દિવસે વાયવ્ય બાજુનો પવન હોવાને લીધે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *